અમદાવાદમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ, પવન ખેરાએ કહ્યું 'ગુજરાતમાં 30 વર્ષથી લોકતંત્રનું ગળું દબાવવામાં આવી રહ્યું છે' - PAWAN KHERA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : April 7, 2025 at 1:22 PM IST

Updated : April 7, 2025 at 2:16 PM IST

1 Min Read
અમદાવાદ: ગુજરાતમાં અમદાવાદની ધરતી પર 103 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા રહ્યું છે. જેને લઈને કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જોરશોરથી તૈયારીઓ પણ થઈ રહી છે. આવતીકાલ એટલે કે,  8 અને 9 એપ્રિલે સાબરમતી નદીના કિનારે કોંગ્રેસનું અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. આઠ એપ્રિલે સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત AICCના 200 જેટલા ડેલિગેટ્સ ઉપસ્થિત રહેવાના છે. આ અધિવેશનને લઈને કોંગ્રેસના ઘણા મોટા નેતાઓનું ગુજરાતમાં આગમન થઈ ગયું છે, જે અંતર્ગત કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરા આજે અમદાવાદ આવી પહોંચ્યા છે અને અમદાવાદમાં તેઓ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. 
Last Updated : April 7, 2025 at 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.