અમદાવાદમાં અધિવેશન મુદ્દે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ - CONGRESS NATIONAL CONVENTION 2025
🎬 Watch Now: Feature Video


Published : April 8, 2025 at 4:21 PM IST
|Updated : April 8, 2025 at 4:30 PM IST
1 Min Read
અમદાવાદ: અમદાવાદમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું અધિવેશન યોજાઈ રહ્યું છે. બે દિવસના આ અધિવેશન માટે દેશભરમાંથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પહોંચ્યા છે. અધિવેશનમાં કોંગ્રેસને ફરીથી મજબૂત બનાવવા અને કાર્યકરોમાં જોશ ભરવા પર ધ્યાન અપાશે. દરમિયાન આજે અધિવેશનના પહેલા દિવસે કોંગ્રેસના નેતા કે. વેણુ ગોપાલ, જયરામ રમેશ અને પવન ખેરાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. ત્યારે તેમણે આ પ્રેસ કોન્ફરન્સમાં કયા-કયા મુદ્દાઓને લઈને વાત કરી તેના પર નજર કરીએ. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેના નેતૃત્વમાં વિસ્તૃત કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક અમદાવાદમાં ચાલી રહી છે. આ બેઠકમાં કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ હાજર છે.
Last Updated : April 8, 2025 at 4:30 PM IST