હીરાના ધંધામાં આવેલ મંદીથી કંટાળીને યુવકે જીવન ટુંકાવ્યું - surat youth committed suicide

By ETV Bharat Gujarati Team

Published : Aug 4, 2024, 5:37 PM IST

thumbnail
સુરતમાં વધુ એક યુવકે આપઘાત કરી જીવન ટુંકાવ્યું (ETV Bharat Gujarat)

સુરત: સુરત જિલ્લામાં દિન પ્રતિદિન આપઘાતના બનાવો વધી રહ્યા છે. ત્યારે માર્કેટમાં આવેલા મંદીના મોજા વચ્ચે વધુ એક યુવકે આપઘાત કરી જીવન ટુંકાવ્યું છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોદરા ગામ ખાતે આવેલા આત્મીય બંગલોઝમાં રહેતા મૂળ પાલીતાણા તાલુકાના ખીજીડીયા ગામના પ્રકાશ ભાઈ ભીખાભાઈ વાઘાણી જે હીરાનો ધંધો કરી પરિવારને આર્થિક મદદ કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી હીરાના ધંધામાં આવેલ મંદીને લઇને તેઓ કંટાળી ગયા હતા અને પોતાના જ ઘરે ઘઉમાં નાખવાની સેલ્ફોસ નામની દવા પી લીધી હતી. પ્રકાશભાઈએ દવા પી લીધી હોવાની જાણ પરિવારને થતા તેઓએ તરત નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ મૃતક પ્રકાશભાઈના ભાઈ મયુરભાઈ ભીખાભાઈ વાઘાણીએ કામરેજ પોલીસને કરી હતી. કામરેજ પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે મંદીથી કંટાળી 36 વર્ષીય યુવકે આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.