હૈદરાબાદ: Volkswagen India એ ભારતમાં તેની નવી જનરેશનની Volkswagen Tiguan કારને લોન્ચ કરી છે. કંપનીએ આ કારની કિંમત 49 લાખ રૂપિયા (શો રૂપ પ્રાઇઝ) રાખી છે. Volkswagen Indiaની મુખ્ય એસયુવી (SUV) તરીકે ઓળખાતી આ એસયુવી કાર ભારતમાં માત્ર આર-લાઈન વેરીએશનમાં રજૂ કરવામાં આવી છે. માહિતી અનુસાર આ કારને લિમિટેડ માત્રામાં CBU (completely built-up) તરીકે આયાત કરવામાં આવશે.
Volkswagen Tiguan R-Line નો એકસટીરિયાર ડિઝાઈન:
Tiguan R-Line એક નવા જનરેશનો મોડેલ છે. તેથી જ તે વર્તમાન ટીગુઆનથી તદ્દન અલગ દેખાય છે. આગળની તરફ Tiguan R-Line માં કનેક્ટેડ LED સ્ટ્રીપના સાથે સ્લિક હેડલાઇટ મળે છે. જ્યારે નીચેની તરફ સિલ્વર લિપ સાથે મોટું મેશ-પેટર્ન વાળું એક ડેમ આપવામાં આવ્યું છે. આ કારના સ્પોર્ટી પ્રવૃતિને ધ્યાને રાખીને ટિગુઆનના આગળના ભાગમાં ક્રોમનો ઉપયોગ ઓછામાં ઓછો રાખવામાં આવ્યો છે.

Volkswagen Tiguan R-Line નો ઇન્ટિરિયર:
Tiguan R-Line કેબિન પર નજર કરીએ તો, તેમાં સ્પોર્ટ્સ સીટ પર વાદળી ટાંકા સાથે સંપૂર્ણ ઓલ બ્લેક થીમ આપવામાં આવી છે. સેન્ટર કન્સોલની ઉપર 12.3-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે ક્લાઇમેટ કંટ્રોલ ફંક્શન સાથે આવે છે. આ સાથે વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત 'R' બેજિંગ સાથે ત્રણ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ ઉપલબ્ધ છે, જેની પાછળ 10.3-ઇંચનું ઓલ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર દેખાય છે.

Volkswagen Tiguan R-Lineના ફીચર્સ:
Tiguan R-Line પર આપવામાં આવતી અન્ય શ્રેષ્ઠ સુવિધાઓમાં પેનોરેમિક સનરૂફ, 30-કલર એમ્બિયન્ટ લાઇટિંગ, ટ્રાઇ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, બ્રશ કરેલા સ્ટેનલેસ સ્ટીલ પેડલ્સ, મસાજિંગ ફ્રન્ટ સીટ, બે ફોન સુધી વાયરલેસ ચાર્જિંગ અને લેવલ 2 ADASનો સમાવેશ થાય છે. ભારતમાં ઉપલબ્ધ Tiguan R-Line ફોક્સવેગનની પાર્ક આસિસ્ટ પ્લસ ટેકનોલોજી પણ છે, જે યોગ્ય પાર્કિંગ જગ્યા શોધી શકે છે અને ડ્રાઇવરની દખલગીરી વિના પાર્કિંગ કરી શકે છે.

Volkswagen Tiguan R-Line પાવરટ્રેન અને પરફોર્મન્સ:
Volkswagen Tiguan R-Lineમાં 2.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે 201bhp પાવર અને 320Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે, જે કારના ચારેય પૈડાને પાવર આપે છે. આ એન્જિનને કારણે, આ કાર 7.1 સેકન્ડમાં સરળતાથી 0-100kph ની ઝડપ મેળવી શકે છે અને તેની ટોચની ઝડપ 229kph છે.
આ પણ વાંચો: