ETV Bharat / technology

iPhone 16 ખરીદવા લોકો 21 કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા, સ્ટોરની બહાર ઉમટી પડી ભારે ભીડ - MUMBAI IPHONE 16 SERIES SALE

આ પહેલીવાર છે જ્યારે Apple કંપનીએ iPhone 16 સીરિઝને ઓછી કિંમતે બજારમાં રજૂ કરી છે. કિંમત જાણવા માટે વાંચો સંપૂર્ણ સમાચાર...

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2024, 9:30 AM IST

iPhone 16
iPhone 16 ((iPhone 16 (AP)))

મુંબઈ: ભારતના ઔદ્યોગિક શહેર મુંબઈમાં શુક્રવારથી દિગ્ગજ ટેક કંપની Appleની iPhone 16 સિરીઝનું વેચાણ શરૂ થઈ ગયું છે. એપલ સ્ટોરની બહાર સવારથી જ લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, એપલે આ મહિનાની શરૂઆતમાં એક મોટી ઈવેન્ટમાં AI ફીચર્સ સાથે iPhone 16 સીરીઝ લોન્ચ કરી હતી.

iPhone 16 સિરીઝ ખરીદવા માટે વહેલી સવારથી જ ખરીદદારોની લાંબી લાઈનો લાગી ગઈ છે. જ્યારે iPhone 15 સિરીઝ લૉન્ચ થઈ ત્યારે લોકોમાં પણ આ પ્રકારનો ક્રેઝ જોવા મળ્યો હતો.

એપલ સ્ટોરની બહાર એક ગ્રાહક ઉજ્જવલે કહ્યું કે, હું છેલ્લા 21 કલાકથી કતારમાં ઉભો છું. હું ગુરુવારે સવારે 11 વાગ્યાની આસપાસ અહીં આવ્યો હતો. જ્યારે Apple સ્ટોર આજે સવારે 8 વાગ્યે ખુલશે, ત્યારે હું iPhone 16 સિરીઝ ખરીદનાર પ્રથમ વ્યક્તિ હોઈશ.

તમને જણાવી દઈએ કે, Apple કંપનીએ iPhone 16 સીરીઝમાં ચાર નવા ફોન લોન્ચ કર્યા છે. આમાં કંપનીએ ડિઝાઈનથી લઈને ફીચર્સ સુધી બધું જ બદલ્યું છે. આ પહેલીવાર છે જ્યારે કંપનીએ ઓછી કિંમતમાં iPhone 16 સિરીઝ લોન્ચ કરી છે.

જાણો શું છે કિંમત

મળતી માહિતી મુજબ, iPhone 16 સિરીઝ બજારમાં પાંચ કલરમાં લૉન્ચ કરવામાં આવી છે. iPhone 16 સિરીઝની કિંમત 79,900 રૂપિયા રાખવામાં આવી છે અને iPhone 16 Plusની કિંમત 89,900 રૂપિયા રાખવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. એપલે પોતાના નવીનતમ IPHONE 16 સીરીઝને લોન્ચ કરી, IPHONE 16 PLUSમાં છે અવનવા ફિચર્સ - APPLE LAUNCHED IPHONE 16 SERIES

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.