હૈદરાબાદ: હીરો પેશન પ્લસ બાદ હવે દેશની સૌથી મોટી મોટરસાઇકલ બનાવતી કંપની હીરો મોટોકોર્પે પણ તેની સૌથી વધુ વેચાતી કોમ્યુટર મોટરસાઇકલ હીરો સ્પ્લેન્ડર પ્લસ 2025 (Hero Splendor Plus 2025)નું અપડેટેડ મોડેલ લોન્ચ કર્યું છે. કંપનીએ આ મોટરસાઇકલને OBD-2B ઉત્સર્જન ધોરણોના આધારે અપડેટ પણ કરી છે.
કંપનીએ આ મોટરસાઇકલ 78,926 રૂપિયા (એક્સ-શોરૂમ) ની કિંમતે લોન્ચ કરી છે. આ અપડેટને પગલે કંપનીએ નવા 2025 હીરો સ્પ્લેન્ડર પ્લસની કિંમત જૂના મોડેલની તુલનામાં 1,750 રૂપિયા વધારી દીધી છે.

Hero Splendor Plus 2025માં શું નવું છે ? હીરો મોટોકોર્પે નવી 2025 હીરો સ્પ્લેન્ડર પ્લસની ડિઝાઇનમાં OBD-2B ઉત્સર્જન ધોરણોનું પાલન કરવા ઉપરાંત કોઈ બીજા ફેરફાર કરવામાં આવ્યા નથી. પરંતુ જો તેના પાવરટ્રેન વિશે વાત કરીએ તો તેમાં હાલના 97.2cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એન્જિન 7.9bhp પાવર અને 8.05Nmનો મહત્તમ ટોર્ક જનરેટ કરે છે.
આ એન્જિન 4-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે, અને આ જ એન્જિનનો ઉપયોગ અપડેટેડ હીરો પેશન પ્લસ અને હીરો એચએફ ડિલક્સ મોડેલ્સમાં પણ થાય છે. કંપની હીરો સ્પ્લેન્ડર પ્લસને કુલ ત્રણ વેરિઅન્ટ Splendor+, Splendor+ Xtec, Splendor+ Xtec 2.0 વેચી રહી છે, જેમાં વિવિધ સુવિધાઓ છે.

Hero Splendor Plus 2025ના ફીચર્સ: આ બાઈકમાં ટોપ-એન્ડ સ્પ્લેન્ડર+ Xtec 2.0 માં LED હેડલાઇટ અને બ્લૂટૂથ-સક્ષમ ડિજી-એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવી આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. આ બાઈકનો બેઝ વેરિઅન્ટ સ્પ્લેન્ડર+ તેના બજેટ-ફ્રેંડલી કેરેક્ટરીસ્ટીકને વળગી રહે છે અને ઓછામાં ઓછા સાધનો સાથે આવે છે.
તમને જણાવી દઈએ કે, હીરો સ્પ્લેન્ડર પ્લસના તમામ વેરિઅન્ટમાં ટ્યુબલેસ ટાયરનો ઉપયોગ સ્ટાન્ડર્ડ તરીકે થાય છે. કંપનીએ તેના તમામ વેરિઅન્ટની કિંમતોમાં 1,750 રૂપિયાનો વધારો કર્યો છે. કિંમત વધાર્યા બાદ હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈકની રેન્જ રૂપિયા 78,926 થી શરૂ થાય છે અને સ્પ્લેન્ડર પ્લસ Xtec 2.0 વેરિઅન્ટ રૂપિયા 85,501 (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે.
આ પણ વાંચો: