અમદાવાદ: આજે વિશ્વ યોગ દિવસ છે. આજે 21 જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં કલોકો યોગાસન કરીને આજના દિવસની ઉજવણી કરે છે. તો આજના દિવસે આપણે એક એવા વ્યક્તિ વિશે જાણીએ જેને યોગમાં મહારત હાંસલ કરી છે. એ વ્યકિત બીજું કોઈ નહીં પણ ડૉક્ટર મહેબૂબ કુરેશી છે. ડૉક્ટર મહેબૂબ કુરેશી વાસ્તવમાં 25 વર્ષથી યોગાના માસ્ટર છે. તેમણે ન માત્ર યોગ કર્યો છે પણ તેમણે ચીનની દીવાલ પર પણ યોગ કરીને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. એટલું જ નહીં તેમને ચીનના એમક્યુ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા યોગ શિબિર માટે બોલાવ્યા હતા. જેમાં 4 દેશોનાં લોકોએ ભાગ લીધો હતો.
મહેબૂબ કુરેશી વિશ્વના પહેલાં એવાં યોગગુરુ છે જેમણે ચીનની દીવાલ પર લોકોને યોગના આસનો કરાવ્યા છે. અને હાલમાં જ ડૉક્ટર મહેબુબ કુરેશીએ વિશ્વની આઠમી અજાયબીમાંની એક એવા ઇજિપ્તના ગિઝા પિરામિડની અંદર અને બહાર સતત સાત કલાક ખોરાક અને પાણી લીધા વગર યોગ કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. તો આ વર્ષે યોગા ડે પર જાણીએ ડોક્ટર મહેબુબ કુરેશીની પડદા પાછળની કહાની અને કેવી રીતે તે યોગ ગુરુ બનીને આખા વિશ્વમાં યોગને પ્રોત્સાહન આપી રહ્યા છે ? ચાલો જાણીએ.
ડૉક્ટર મહેબૂબ કુરેશીએ વર્લ્ડ રેકોર્ડ કેવી રીતે બનાવ્યો અને તેમણે યોગ કરવાનું કેમ શરૂ કર્યું તે વિશે પણ ઘણી રસપ્રદ કહાની છે. આ અંગે તેમણે જણાવ્યું કે, 'વર્ષ 1989માં હું જુડો અને ફાઈટ રમવા ગયો ત્યારે ફ્લાઈટમાં ઇજા થતા પીઠના ભાગે પડી ગયો અને ઈજા થઈ. જે પછી ઘરે આવ્યો તો મને રાત્રે સૂતી વખતે શરીરમાં અને ખાસ કરીને હૃદય પ્રજર્ક આવવા લાગ્યા. ડૉક્ટરના રિપોર્ટમાં કંઈ ન મળ્યું પરંતુ ઝરક સતત વધતા ગયા. બીજા ડૉક્ટરને પણ બતાવ્યું. અંતે મેં મારા જુડોના કોચના કહેવા પ્રમાણે સવાસન શરૂ કર્યું અને તેનાથી જર્ક બંધ થઈ ગયા.'

તેમણે જણાવ્યું કે, 'પછી મેં યોગાની તાકાતને જાણી અને યોગ ડિપ્લોમા અને યોગ શિક્ષણ શરૂ કર્યું. મેં આજીવન યોગને અપનાવ્યું ત્યારથી લઈને આજ સુધી હું બધાને યોગની ફ્રીમાં તાલીમ આપું છું અને મને ફક્ત અમદાવાદમાં જ નહીં પરંતુ દેશ અને વિદેશમાં શિબિર કરવા માટે પણ બોલાવવામાં આવે છે.'

ગ્રેટ ચાઇના વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવે છે તેના ઉપર યોગ કરાવીને ભાવનગરના યોગગુરૂ ડૉક્ટર મહેબૂબીએ 2018 માં ઇન્ટરનેશનલ યોગ એવોર્ડ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું કે, 'યોગગુરૂ તરીકે ગ્રેટ વોલ ઓફ ચાઇના પર યોગ કરાવવા બદલ વર્ડ બુક ઓફ લંડન રેકોર્ડ (યુનાઇટેડ કિંગડમ)માં મારું નામ નોંધાયું છે. આ રેકોર્ડ ઇન્દોર ખાતે નેપાળના મહારાણીના હસ્તે આપવામાં આવ્યો હતો.'

વિશ્વમાં તેઓ પહેલા એવા મુસ્લિમ છે કે જે એમણે આ રીતે દિવાલ પર લોકોને યોગાસનો કરાવ્યા છે. ડોક્ટર મહેબૂબ કુરેશી છેલ્લા 25 વર્ષથી યોગ સાથે જોડાયેલા છે. ડૉક્ટર મહેબૂબ રેશી ચીન ઉપરાંત અને દેશોમાં પણ શિબિરો કરી ચૂક્યા છે તેમને અત્યાર સુધી 250 શિબીરો કરી છે.
તેમણે જણાવ્યું કે, 21 જાન્યુઆરી, 2025 ના રોજ વિશ્વની આઠમી અજાયબી એવા ઇજિપ્તના ગીતની અંદર અને બહાર સતત સાત કલાક ખોરાક અને પાણી લીધા વગર યોગ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. આ રિપોર્ટ સાત કલાક ખોરાક અને પાણી લીધા વગર વર્લ્ડ બેસ્ટ યોગી એક્સરસાઇઝ, સ્ટેન્ડિંગ આસન, સિટિંગ આસન, સ્લીપિંગ આસન, બેંક સ્લીપિંગ આસન પ્રાણાયામ અને મેડીટેશન કરીને વિશ્વ રેકોર્ડ બન્યું છે.

તેમના જજ તરીકે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ ઇજિપ્તના પ્રેસિડેન્ટ ડૉ. ઈજ્જત હસન હતા. વર્લ્ડ રેકોર્ડ નોંધાતા ઇજિપ્તના પિરામિડની સામે જ વર્લ્ડ રેકોર્ડ ડૉ. ઈજ્જત હસન અને અધિકારીઓની હાજરીમાં એનાયત કરી દેવામાં આવ્યો હતો.

તેઓએ 25 વર્ષથી દેશ વિદેશમાં વિનામૂલ્યે યોગ શિબિર કરી અત્યાર સુધીમાં 3,40,000 લોકોને યોગ કરાવેલ છે. કોરોના સમયે 500 લોકોને યોગ દ્વારા સાજા કર્યા છે. જે બદલ તેમને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન તરફથી વર્લ્ડ સ્ટાર એક્સેલેન્સ ઇન્ટરનેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ અનોખી વિશિષ્ટ સિદ્ધિ બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનના પ્રેસિડેન્ટ સંતોષ શુક્લાજીએ બિરદાવ્યા હતા.

આ પણ વાંચો: