ભાવનગર: વિશ્વમાં કુલ ત્રણ ઉપચાર પદ્ધતિ છે જે પૈકીની એક હોમિયોપેથી પદ્ધતિ છે. આ પદ્ધતિમાં દવાનું ફોર્મ અલગ હોય છે અને અન્ય આયુર્વેદ તેમજ એલોપેથી કરતા તેની કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી. ઉપરાંત આજના રોજ 10 એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉપરાંત આજના દિવસ નિમિત્તે રાજ્યમાં વિવિધ જગ્યાએ ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે.
હોમિયોપેથીના જનેતા હનીમાન જે.: તમને જણાવી દઈએ કે, ભાવનગર શહેરમાં જવેલ્સ સર્કલ ખાતે આજે 10 એપ્રિલે હોમિયોપેથી મેડિકલ એસોસિએશન તરફથી ફ્રી ડાયાબિટીસ અને ફ્રી બ્લડપ્રેશર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હોમિયોપેથી વિશે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જાણવા જેવી બાબત એ છે કે, 10 એપ્રિલ એટલા માટે ઉજવાય છે કે હોમિયોપેથીના જનેતા હનીમાન જે. જર્મન ફિઝિશિયન હતા, તેમનો જન્મ 10 એપ્રિલે થયો હતો, પરિણામે આજનો દિવસ વિશ્વ હોમિયોપેથી દિવસ તરીકે ઉજવાય છે.
આજે વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે હોમિયોપેથી એસોસિયેશનના કેમ્પના ડૉક્ટર દ્વારા એલોપેથી ઉપચાર પદ્ધતિના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું છે. ઉપરાંત આ સાથે હોમિયોપેથીની દવામાં શું આવે અને ભારત વિશ્વમાં આ બાબતએ કયા સ્થાને છે, ચાલો જાણીએ.
વિશ્વમાં ત્રણ ઉપચાર પદ્ધતિ પૈકીની એક: હોમિયોપેથી એસોસિયેશનના કેમ્પમાં ડૉ. રમેશ મોરડીયાએ જણાવ્યું કે, આજનો દિવસ 10 એપ્રિલ એટલે વિશ્વ હોમિયોપેથી દિવસ તરીકે ઉજવાય છે. આપણી પાસે ત્રણ ચિકિત્સા પદ્ધતિ છે. હોમિયોપેથી, આયુર્વેદિક અને એલોપેથી. જેમાં હોમિયોપેથી એ આજે વર્લ્ડની બીજા નંબરની ચિકિત્સા પદ્ધતિ કહેવાય છે. આ પદ્ધતિને આટલું મહત્વ કેમ આપવામાં આવે છે તો તેનું કારણ એ છે કે, હોમિયોપેથીએ એક સેફ ટ્રીટમેન્ટ છે. કોઈપણ આયુમાં, કોઈ પણ રોગ માટે અને કોઈપણ વ્યક્તિ આ ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે ઉપરાંત આ ચિકિત્સા પદ્ધતિ દ્વારા કોઈપણ પ્રકારના સાઈડ ઇફેક્ટ થતાં નથી.

સાઈડ ઇફેક્ટ વગરની ચિકિત્સા પદ્ધતિ: ડૉ. રમેશ મોરડીયાએ જણાવ્યું કે, અત્યારે આપણે જાણીએ છીએ કે કેટલીક મોર્ડન મેડિસિનમાં અમુક દર્દીઓને કે અમુક રોગવાળાને અમુક દવાઓની સાઈડ ઈફેક્ટ થતી હોય છે. જ્યારે હોમિયોપેથી એવી દવા છે કે તેની કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી અને તે સેફ છે. બીજું હોમિયોપેથીની માસ્ટરી એ છે કે તે રોગોને મૂળમાંથી મટાડે છે. એવા ઘણા રોગો છે જે ને મટાડવા હોય તો એલોપેથીમાં તેની લીમીટેશન છે. પરંતુ આવા રોગ હોમિયોપેથી દૂર કરી શકે છે. એલર્જી કન્ડિશન છે, ઓટો ઇમ્યૂન છે તેમાં લાઈફ ટાઈમ દવા લેવા છતાં રિઝલ્ટ નથી મળતું. આવી સ્થિતિમાં હોમિયોપેથી સારું રિઝલ્ટ આપે છે અને પરમેનેન્ટ સારવાર તરફ લઈ જાય છે. ઘણા બધા એવા કિસ્સા છે જેમાં હોમિયોપેથી સેફ મેડિકલ તરીકે ઉભરી આવી છે.


હોમિયોપેથીમાં દવા પોટેંટાઈઝ્ડ ફોર્મમાં વપરાય: હોમિયોપેથીમાં જે મેડિસિનનો ઉપયોગ થાય છે તે ક્રૂડ ફોર્મમાં ઉપયોગ નથી થતી. પરંતુ તે પોટેંટાઈઝ્ડ ફોર્મમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આમ જોઈએ તો મેડિસિનનું ક્રૂડ ફોર્મ નીલ જેવું થાય છે અને બોડીના વાઈટલ પાવર ઉપર ઇફેક્ટ કરે છે એટલે એનું પોટેંટાઈઝ વધારવામાં આવે છે અને જેમ પોટેંટાઈઝ વધે તેમ એનું ક્રૂડ ફોર્મ નીચું જાય છે એટલે બોડીને હોલ કરી ક્યોર કરે અને તેને બોડીના વાઇટલ ફોર્મ ઉપર અસર કરે છે. જે કોઈપણ સાઈડ ઈફેક્ટ વગર સારું કામ આપે છે. આમાં ક્રૂડ ફોર્મ નથી આવતું. પોટેન્ટાઇઝ ફોર્મ આવે છે.

હોમિયોપેથીમાં બોડીમાં જે કાંઈ તકલીફ હોય તે એક જ દવાથી દૂર થાય છે. હોમિયોપેથી વિશ્વમાં બીજા નંબરની ઉપચાર પદ્ધતિ થઈ છે ત્યારે ભારતમાં પણ ધીરે ધીરે તેનો પ્રચાર થાય છે અને એલોપેથીના દર્દીઓ ધીરે ધીરે હોમિયોપેથી તરફ વળી રહ્યા છે અને ધીરે ધીરે ભારતમાં પણ તેનો સ્વીકાર થઈ રહ્યો છે.
આ પણ વાંચો: