જૂનાગઢ: ભારતીય હવામાન વિભાગે 19 તારીખ સુધી માછીમારો માટે એક ખાસ એલર્ટ જાહેર કર્યું છે. 15 તારીખને ગુરુવારથી લઈને 19 તારીખ, સોમવાર સુધી ગુજરાતના વિવિધ દરિયા કિનારા પરથી માછીમારી કરવા માટે જતા માછીમારો માટે ખાસ એલર્ટ જાહેર કર્યું છે. સોમાલિયા અને ઓમાનના દરિયાઈ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ આ દિવસો દરમિયાન વ્યક્ત કરાઈ છે. જેથી માછીમારો દરિયો ખેડતા પૂર્વે તમામ સાવચેતી રાખવા કહેવાયું છે.

માછીમારો માટે ખાસ એલર્ટ જાહેર
ભારતીય હવામાન વિભાગે ગુજરાત અને દીવ-દમણના માછીમારો માટે આગામી 19 તારીખ સુધી ખાસ એલર્ટ જાહેર કર્યું છે. 15 તારીખ અને ગુરુવારથી લઈને 19 તારીખ અને સોમવાર સુધી દરિયામાં માછીમારી કરવા જતા પ્રત્યેક ગુજરાતના માછીમારો માટે ખાસ સાવચેતી રાખવાની ભલામણ અને સૂચનની સાથે એલર્ટ જાહેર કર્યું છે. આ પાંચ દિવસ દરમ્યાન સોમાલિયા અને ઓમાન દરિયાઈ વિસ્તાર પર 50 થી 55 માઈલ પ્રતિક કલાકની ઝડપે ભારે પવન ફૂકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જેને લઈને માછીમારોએ દરિયાની સફર ન ખેડવા અને સાવચેત રહેવા જાણ કરી છે.

ગુજરાતના વિવિધ બંદરો પર કરાયું એલર્ટ
હવામાન વિભાગે સોમાલિયા અને ઓમાનના દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે પાંચ દિવસ સુધી જખો, માંડવી, મુંદ્રા, કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા અને પોરબંદરની સાથે મૂળ દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિકટર, ભાવનગર, અલંગ, ભરૂચ અને દહેજ બંદર પરથી માછીમારી કરવા જતા માછીમારોએ આ દિવસો દરમિયાન દરિયામાં ભારે પવનની સ્થિતિને ધ્યાને રાખીને સાવચેતી રાખવા અને શક્ય હોય ત્યાં સુધી અસરગ્રસ્ત વિસ્તારમાં માછીમારી કરવા ન જવાનું એલર્ટ જાહેર કર્યું છે.
આ પણ વાંચો: