ભરૂચ: જિલ્લાના આમોદ અને જંબુસર તાલુકામાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આ હવામાન પલટા સાથે જ ભારે પવન અને કમોસમી વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેતમજૂરીમાં વ્યસ્ત ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
આમોદના મછાસરા ગામે કમોસમી વરસાદ: મછાસરા ગામે મોડી રાત્રે અચાનક કમોસમી વરસાદ શરૂ થયો હતો. વરસાદની સાથે જ આંધી જેવા પવન ફૂંકાતા ઘણા ખેડૂતોના તૈયાર પાકોને નુકસાન થવાની શંકા ઊભી થઈ છે.
જંબુસરમાં પણ વાતાવરણમાં પલ્ટો: જંબુસરમાં પણ વાતાવરણ અચાનક બદલાઈ ગયું છે. ઠંડા પવનના ઝંઝાવાત સાથે કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદના આશંકાજનક દ્રશ્યો જોવા મળ્યા છે. આ વીજળીના કડાકા કેટલીક જગ્યાએ લોકોના કેમેરામાં કેદ થયા છે.
ખેતીને નુકશાનની ભીતિ, ખેડુતવર્ગ ચિંતામાં: વાતાવરણમાં આવેલા પલટા બાદ આમોદ અને જંબુસરના ખેડૂતોમાં ચિંતાની લહેર ફરી વળી છે. હાલ રવિ પાકો વધવાની પ્રક્રિયામાં છે અને કેટલાક પાકો ટોચ પર છે. આવા કમોસમી પવન અને વરસાદ પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે. પરિણામે ખેડૂતો માથે ચિંતાના વાદળ ઘેરાઈ ગયા છે.
આગાહી અને આગળની કાર્યવાહી અંગે અંધારું: હજુ સુધી હવામાન વિભાગ તરફથી કોઈ સ્પષ્ટ આગાહી આપવામાં આવી નથી, પણ આજની ઘટનાઓના આધારે આવા વતાવરણીય પલટા ફરી આવી શકે છે તેવા સંકેતો મળતા ખેડૂતોને વધારે સાવચેત રહેવાની જરૂર છે.
આ પણ વાંચો: