સુરત: સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વકફ સુધારા બિલ અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, આ બિલની જરૂરિયાત લોકોથી સત્તાઓ સુધીના અસંતોષને કારણે ઊભી થઈ હતી.
પાટીલે કહ્યું કે, આ સુધારા માટે માત્ર હિન્દુઓ જ નહીં, પારસીઓ અને મુસ્લિમો પણ સહમત હતા. તેમણે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના વિવાદનું ઉદાહરણ આપ્યું. આ કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આવ્યો હતો.
વકફ સુધારા બિલ લોકસભા અને રાજ્યસભામાં કુલ 12 કલાકની વ્યાપક ચર્ચા બાદ પસાર થયું. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ હવે તે કાયદો બની ગયો છે. આ કાયદો સમગ્ર દેશમાં લાગુ થશે.
પાટીલે રાષ્ટ્રપતિનો આભાર માનતા કહ્યું કે, આ બિલથી લોકોને જબરદસ્તીથી તેમના હકોથી વંચિત થતા અટકાવી શકાશે. આ કાયદો દેશના દરેક સમુદાય માટે છે. હવે કોઈ પણ સંસ્થા પોતાની માલિકીની મિલકત સિવાય અન્ય મિલકત પર દાવો નહીં કરી શકે.
શું છે વફ સંશોધન બિલ ?
- 1950ના દાયકામાં વક્ફ સંપત્તિઓની દેખરેખ માટે કાયદાકીય રીતે એક સંસ્થા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ
- આ માટે 1954માં વક્ત એક્ટના નામથી કાયદો બનાવીને સેન્ટ્રલ વર્ક્સ કાઉન્સિલની જોગવાઈ કરવામાં આવી.
- એક વર્ષ બાદ એટલે કે 1955માં આ કાયદામાં બદલાવ કરવા માટે દરેક રાજ્યમાં વકફ બોર્ડ બનાવવાની શરૂઆત થઈ.
- હાલમાં દેશભરમાં લગભગ 32 વકફ બોર્ડ છે. વકફ તે સંપત્તિઓનું રજિસ્ટ્રેશન અને જાળવણી રાખે છે.
- બિહાર સહિત અનેક રાજ્યોમાં શિયા અને સુન્ની મુસ્લિમો માટે વકફ બોર્ડ અલગ છે.
- 1964માં પહેલીવાર સેન્ટ્રલ વકફ કાઉન્સિલની રચના કરવામાં આવી.
- 1954ના આ જ કાયદામાં બદલાવ કરવા માટે કેન્દ્ર સરકાર વકફ સંશોધન બિલ લાવી છે.