ગોધરા: પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા શહેરમાં 2002માં ચકચારી ટ્રેનકાંડની ઘટનાએ દેશ- દુનિયાભરમાં ચર્ચા જગાવી હતી. જેમા સાબરમતી ટ્રેનના ડબાને તોફાની તત્વો દ્વારા સળગાવી દેવામા આવ્યો હતો. જેમાં 59 જેટલા લોકો મોતને ભેટ્યા હતા. આ મામલે પોલીસ તપાસ પણ ચાલી હતી. આ ઘટનાના એક કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલા પાંચ સગીર કાયદાના સંઘર્ષમાં આવ્યા હતા. આ મામલે જુવેનાઈલ કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને 23 વર્ષે ચુકાદો આવ્યો છે. જેમાં પાંચમાંથી બેને નિર્દોષ છોડી મુક્યા હતા અને ત્રણને કોર્ટે દેષિત મેળવ્યા હતા.
2002ના ગોધરાકાંડમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાને તોફાનીઓ દ્વારા સળગાવી દેવામાં આવ્યો હતો. જેમાં 59 જેટલા લોકોને જીવતા સળગી ગયા હતા. આ મામલાના એક કેસમાં ગોધરાની જુવેનાઈલ કોર્ટ દ્વારા ચુકાદો સંભળાવામાં આવ્યો હતો. જેમાં કાયદાના સંઘર્ષમા આવેલા પાંચ પૈકી બેને નિર્દોષ જાહેર કરાયા હતા. જ્યારે અન્ય ત્રણને સજા જાહેર કરવામાં આવી હતી. જેમાં તેઓને સેફટી હોમમાં રાખવામાં આવશે. જેમાં પાંચ સગીરમાંથી બેને નિર્દોષ છોડી મુકવામા આવ્યા અને ત્રણને 3 વર્ષની સુધી સેફ્ટી હોમમાં રાખવામાં આવશે.
આ મામલે સગીરોના પક્ષના વકીલ એસએસ ચરખાએ જણાવ્યું હતું કે, આ કોર્ટના ચુકાદાને પડકારવામાં આવશે. આ કોર્ટના ચુકાદાનો લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.