ETV Bharat / state

ઉત્તરાખંડના ડ્રાઈવરનું વાપીમાં કરૂણ મોત, જીવંત વીજતાર અડી જતાં ઘટના સ્થળે જ ગયા પ્રાણ - VALSAD ACCIDENT

વાપીના પરમ લોજિસ્ટિક પાર્કમાં કરુણ બનાવ બન્યો. એક ટ્રક ચાલકને જીવંત વીજ તાર અડી જતાં કરંટ લાગ્યો, જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ટ્રક ચાલકને લાગ્યો કરંટ
ટ્રક ચાલકને લાગ્યો કરંટ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 5, 2025 at 10:33 AM IST

2 Min Read

વલસાડ : વાપી નજીકમાં આવેલ કરવડ ખાતેના પરમ લોજિસ્ટિક પાર્કમાં એક કરુણ બનાવ બન્યો છે. અહીં ઉતરાખંડથી આવેલ એક ટ્રક ચાલક વાહન પાર્ક કરી ટ્રકની કેબિન ઉપર ચડી કામગીરી કરી રહ્યો હતો. તે દરમિયાન કેબિનની ઉપરથી પસાર થતી વીજ લાઈનના જીવંત વીજ તાર અડી જતાં તેનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા ડુંગરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

પરમ લોજિસ્ટિક પાર્કમાં બન્યો કરુણ બનાવ : વાપીના કરવડ નજીકમાં આવેલા પરમ લોજિસ્ટિક પાર્કમાં અરહમ પેટ્રો કેમિકલ પ્લોટ નંબર 13 સર્વે નંબર 1976 / 1977 માં બપોરના સમયે એક વ્યક્તિ હિમાચલ પ્રદેશથી ટ્રક (PB10JF0445) લઈને માલ સામાન ખાલી કરવા માટે આવ્યા હતા. ટ્રકમાંથી મજૂરો ફેલાવો ઊંચકીને પ્લાસ્ટિકના દાણા ખાલી કરી રહ્યા હતા, તે દરમિયાન ચાલક મહેરચંદ ધરમચંદ પોતે ટ્રકના કેબિન ઉપર ચડી કોઈ કામગીરી કરવા ગયા હતા.

કેબિન પર ચડેલા ચાલકને લાગ્યો કરંટ : આ દરમિયાન ટ્રકની કેબિન પરથી પસાર થઈ રહેલ ઈલેક્ટ્રીક વીજલાઈનનો જીવંત તાર મહેરચંદના ખભાના ભાગે અડી ગયો. જે બાદ ચાલકને કરંટ લાગતા તેનું સ્થળ ઉપર એટલે કે કેબિન ઉપર જ મોત થયું હતું. આ ઘટના અંગેની જાણકારી મળતા જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. તેમજ વીજ કંપનીના કર્મચારીઓને જાણ કરતા વીજ લાઈન બંધ કરવામાં આવી હતી. જે બાદ પોલીસને જાણ કરાઈ હતી.

ચાલકે ટ્રકની કેબીન પર જ દમ તોડ્યો : ડુંગરા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃતકની લાશને કેબિન પરથી ઉતારવા માટે કોઈ મજૂરો ન મળતા આખરે ફાયર વિભાગની ટીમને બોલાવવાની ફરજ પડી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળ પર આવી મૃતકની લાશને દોરડા વડે નીચે ઉતારી હતી. ત્યારબાદ મૃતદેહનું પોલીસે પંચનામું કરી કબજો કરી પીએમ માટે મોકલવામાં આવ્યો છે. હાલ તો ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો.

અગાઉ પણ બે ઘટના બની હતી : પરમ લોજિસ્ટિક પાર્કમાં અત્યાર સુધીમાં આ જ પ્રકારની બે જેટલી ઘટનાઓ બની છે. જ્યારે આ ત્રીજી ઘટના બની છે. પરમ લોજેસ્ટિક પાર્કમાં બનેલી ઘટના અંગે સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સને તેમજ વીજ કંપનીના કર્મચારીઓને જાણકારી આપવામાં આવી હતી. જે બાદ 108 અને ડુંગરા પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. બાદમાં મૃતદેહ કેબિન પરથી નીચે ઉતારી પી એમ માટે લઈ જવાની તજવીજ હાથ ધરી હતી.

ગોડાઉન સંચાલકની બેદરકારી ? આ ઘટનામાં ગોડાઉન રાખનાર સંચાલકની પણ બેદરકારી સામે આવી રહી છે. કારણ કે જ્યારે પણ ટ્રક ચાલક ટ્રક લગાવે અને માલ સામાન ખાલી કરતા હોય તે સમયે જો ઉપરથી લાઈન પસાર થતી હોય તો તેવા સમયે ચાલકને ઇલેક્ટ્રિક વીજ લાઈનની જાણ કરવાની જવાબદારી ગોડાઉનના સંચાલકની બનતી હોય છે. પરંતુ અહીં તો ઘટના બન્યા બાદ સંચાલકના માણસો અને મજૂરો પણ અદ્રશ્ય થઈ ગયા હતા. પોલીસ આવ્યા બાદ આ તમામ લોકોને બોલાવવામાં આવ્યા અને પૂછપરછ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.