જામનગર: જામનગરના ગુરુદ્વારા ગુરુ સિંઘ સભા માં પ્રતિ વર્ષ વૈશાખી પર્વને હર્ષો ઉલ્લાસથી મનાવવામાં આવે છે. આજે રવિવારે ગુરુદ્વારા ખાતે સવારે 10:30 કલાકે સેહજ પાઠ સાહેબની પૂર્ણાહુતી કરવામાં આવી હતી અને ત્યારબાદ પંજાબથી ભુપેન્દ્રસિંઘજી દ્વારા ભક્તો માટે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. શબ્દ કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ગુરુગ્રથ સાહેબને પ્રાર્થના કરી માથું ટેકવીને ધન્ય થયા હતા.
પંજાબના આનંદપુર સાહેબ દ્વારા આજના દિવસે ખાલસા પંથની સ્થાપના થઇ હતી. આજે 13 એપ્રિલના રોજ વૈશાખીના દિવસથી પંજાબના ખેડૂત પોતાના ખેતરોમાં ઘઉં લણવાની શરૂઆત કરવામાં આવે છે અને ખેડૂત ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે, દેશના ખેડૂતનું આ વર્ષ ખુબ જ સારું જાય.
' ગુરુકા લંગર' પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં હજોરોની સંખ્યામાં લોકોએ દર્શન કર્યા હતા. જામનગરમાં પણ આ પર્વ ની ગુરુદ્વારામાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: