વડોદરા: રાજ્યમાં એક બાદ એક લાંચિયા સરકારી બાબુઓ પકડાવવાની ઘટના સામે આવી રહી છે. હાલમાં જ કચ્છમાંથી મહિલા તલાટી લાંચ લેતા ઝડપાયા હતા. ત્યારે હવે વડોદરામાંથી પી.એફ ઈન્સ્પેક્ટર રૂપિયા 40 હજારની લાંચ લેતા ACBની ટ્રેપમાં ઝડપાઈ ગયા છે. આ મામલે લાંચિયા બાબુને પકડીને ACBએ કાર્યવાહી હાથ ધરી છે.
PF ઓફિસમાંથી મગાઈ લાંચ
વિગતો મુજબ, શહેરમાં ફેસીલિટી મેનેજમેન્ટનું કામ કરતા ફરિયાદી તેમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પગાર અને પ્રોવિડન્ટ ફંડના પૈસા ઓનલાઈન જમા કરાવે છે. ત્યારે તેઓને અધિકારી દ્વારા સ્પોટ મેમોનો ઈ-મેઇલ મોકલીને ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે કહેવાયું હતું. આથી ફરિયાદી અધિકારીને મળવા માટે કચેરીમાં ગયા હતા. જ્યાં અધિકારીએ તેમને જણાવ્યું કે, તમારા ડોક્યુમેન્ટ જમા કરાવવાની તારીખ જતી રહી છે. આથી તમને દંડ અને કેસ થશે.
ક્લાસ-2 અધિકારીને ACBએ પકડ્યા
આ બાદ કહેવાયું કે, જો તમારે કાર્યવાહીથી બચવું હોય તો 50 હજાર રૂપિયા આપવા પડશે. જોકે વાતચીત બાદ આખરે 40 હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું. જોકે ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કર્યો હતો અને ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં અધિકારી સ્થળ પર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. ખાસ છે કે, લાંચનો આરોપ લાગ્યે છે તે વર્ગ-2ના અધિકારી બિનોદકુમાર હરિકાંત શર્મા અકોટા વિસ્તારમાં આવેલી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની રિજિયોનલ ઓફિસમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર ફરજ બજાવે છે.
આ પણ વાંચો: