વડોદરા: તારીખ 12 એપ્રિલ, ચૈત્રી પૂનમે શનિવારના રોજ હનુમાન જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે આ વખતે હનુમાન જયંતિ એ શનિવારના રોજ આવ્યો છે જે આ દિવસને સોનામાં સુગંધ ભળે તેવો બનાવી દે છે. આજે તમામ સ્થળોએ આવેલ હનુમાનજીના મંદિરોને શણગારવામાં આવ્યા છે તેમજ વિવિધ સ્થળો ઉપર આવેલા મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું છે. ડભોઇ નગર હીરાભાગોળ બહાર આવેલા નરસિંહ હનુમાન મંદિર, લાલ બજાર ખાતે આવેલ સંકટમોચન હનુમાનજી, વેગા પાસે રોકડીયા હનુમાન, ડભોઇથી સાઠોદ જવાના માર્ગ ઉપર આવેલ શ્રી પંચમુખી હનુમાન મંદિરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
હનુમાનજી મંદિરે વિવિધ કાર્યક્રમો: શ્રી પંચમુખી હનુમાનજી મંદિરના મહંત અને બદ્રીનારાયણ મંદિરનાં મહંત શ્રી 1008 સ્વામી સુદર્શનાચાર્યજી મહારાજે માહિતી આપતા જણાવ્યું કે, પંચમુખી હનુમાન મંદિરે વહેલી સવારથી ભક્તોની ભીડ જામી હતી. મારુતિ મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી અને જે સાંજે 5 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ થયા બાદ મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભજન મંડળ દ્વારા ભજનો રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત લાલ બજાર સંકટમોચન હનુમાનજી મંદિરે પણ યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં 17 કુંડ તૈયાર કરી યજ્ઞ સંપન્ન કર્યો હતો. જેમાં 141 ભક્તોએ લાભ લીધો હતો.
શનિવારના દિવસે હનુમાન જયંતીનો શુભ યોગ: હિન્દુ કેલેન્ડર મુજબ, હનુમાનજીનો જન્મદિવસ ચૈત્ર મહિનાની પૂર્ણિમાને દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે હનુમાનજી જન્મોત્સવ 12 એપ્રિલ 2025, શનિવારે ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે હનુમાન જન્મોત્સવ ઉપર ઘણા શુભ ગ્રહોની રચના થઈ રહી છે અને આ સાથે જ ભદ્રાની છાયામાં બજરંગબલીની પૂજા કરવામાં આવે છે.


હનુમાન જન્મોત્સવની પૂજાવિધિ:
- હનુમાન જયંતિ પર, બ્રહ્મ મુહૂર્તમાં જાગી તમારા બધા કામ પૂરા કરો અને સ્નાન કરો.
- ત્યારબાદ, સ્વચ્છ કપડા પહેરો અને જો તમે ઉપવાસ કરી રહ્યા છો, તો એક હાથમાં ફૂલ અને થોડા ચોખા લઈને ભગવાન હનુમાનનું ધ્યાન કરો અને ઉપવાસ કરવાનું વ્રત લો.
- પૂજા શરૂ કરો. સૌ પ્રથમ, પૂજા ખંડના મંદિરમાં અથવા બાજોઠ પર લાલ કપડું પાથરી તેમાં ભગવાન હનુમાનની મૂર્તિ અથવા ફોટો મૂકો.
- ભગવાનને ગુલાબના ફૂલો અથવા અન્ય ફૂલો અર્પણ કરો.
- સિંદૂર લગાવો. ચમેલીનું તેલ, કેસર, ચોલા, પવિત્ર દોરો, લાલ લંગોટી વગેરે સાથે ચંદન ભેળવીને અર્પણ કરો.
- પછી રૂ ઉપર અત્તર લગાવો અને તેને લગાવો.
- પ્રસાદ અર્પણ કરો આ માટે, તમે તમારી શ્રદ્ધા અનુસાર બુંદીના લાડુ, ચણાના લોટના લાડુ, ગોળમાં પલાળેલી ચણાની દાળ અથવા બીજું કંઈ પણ ચડાવી શકો છો.
- પ્રસાદ સાથે તુલસીના પાન અર્પણ કરવું જોઈએ.
આ પણ વાંચો: