વડોદરા: શહેરના આજવા રોડ વિસ્તારમાંથી લવજેહાદનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા સાહેલ પઠાણ નામના યુવકે 17 વર્ષીય સગીરા સાથે દોઢ વર્ષથી લગ્નના નકામા વાયદા હેઠળ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ગુનો કપુરાઈ પોલીસે પોક્સો એક્ટ હેઠળ નોંધી તપાસ શરૂ કરી છે.
ઘટનાની વિગતો મુજબ, સગીરા હજુ 17 વર્ષની હતી ત્યારે આરોપી સાહેલ પઠાણે તેને પ્રેમજાળમાં ફસાવી લગ્નના વાયદા હેઠળ સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ જ્યારે સગીરાએ વિરોધ કર્યો ત્યારે સાહેલે તેની પર દબાણ વધારવાનું શરૂ કર્યું અને ધર્મ બદલવા માટે દબાણ કરવાનું ચાલુ કર્યું. સાહેલ પઠાણે સગીરાની મારઝૂડ કરવાના અપરાધમાં વધુ આગળ વધી ગયો અને આખરે પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસ તાત્કાલિક પગલાં લેતાં સાહેલ પઠાણને ઝડપી લીધો હતો.
આ કેસમાં સાહેલને મદદ કરનાર અન્ય બે અન્ય આરોપીઓ – ફઈમ અફીમવાલા અને જુનેદ મલેકે પણ સગીરાને ઘેર પાછી બોલાવવા માટે દબાણ કર્યું હતું. બંનેની પણ ધરપકડ કરવામાં આવી છે. કપુરાઈ પોલીસે સમગ્ર મામલે પોક્સો એક્ટ અને અન્ય લગતી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ત્રણેય આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે અને વધુ તપાસ ચાલી રહી છે.
ઝોન-3 ના ડીસીપી અભિષેક ગુપ્તાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “આ કેસ અત્યંત ગંભીર છે. દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને પીડિતાને સંપૂર્ણ ન્યાય આપવાની ખાતરી છે. લવજેહાદના નામે જે રીતે યુવતીઓને ધર્મ પરિવર્તન અને લગ્નના લાલચથી ફસાવી દુષ્કર્મ કરવામાં આવે છે તે ચિંતાજનક છે. વડોદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી એ માટે પ્રશંસા યોગ્ય છે, પણ આવા કેસોના નાબૂદ માટે સતત ચાંપતી નજર રાખવી જરૂરી બનતી જાય છે.
આ પણ વાંચો: