ETV Bharat / state

વડોદરા: લૂંટ અને ખંડણી જેવા 40 ગુનાનો રીઢો આરોપી ઈરફાન ઉર્ફે રઝા ઝડપાયો - IRFAN ALIAS RAZA ARRESTED

શહેરના કાપડના વેપારી દિનેશભાઈ મોતીભાઈ શાહની દુકાનમાં ઈરફાન અને તેના સાથીદારો ઘૂસી ગયા હતા અને લૂંટ મચાવી હતી.

લૂંટ અને ખંડણી જેવા 40 ગુનાનો રીઢો આરોપી ઈરફાન ઉર્ફે રઝા ઝડપાયો
લૂંટ અને ખંડણી જેવા 40 ગુનાનો રીઢો આરોપી ઈરફાન ઉર્ફે રઝા ઝડપાયો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 4, 2025 at 4:22 PM IST

1 Min Read

ભરૂચ: વડોદરામાં ખંડણી અને લૂંટના ગંભીર ગુનામાં સંડોવાયેલા ઈતિહાસખોર ઈરફાન ઉર્ફે રઝા સામે કાર્યવાહી કરતાં પોલીસે મોટો કેસ સોલ્વ કર્યો છે. ઈરફાન ઉર્ફે રઝા સામે અત્યાર સુધી જુદા જુદા પ્રકારના કુલ 40 ગુના નોંધાયેલા છે અને તે લાંબા સમયથી પોલીસના શોધખોળમાં હતો.

શહેરના કાપડના વેપારી દિનેશભાઈ મોતીભાઈ શાહની દુકાનમાં ઈરફાન અને તેના સાથીદારો ઘૂસી ગયા હતા. તેમણે વેપારીને ધમકી આપી હતી અને દુકાનમાંથી રોકડ રકમ લૂંટી હતી. બાદમાં વેપારી પાસેથી ખંડણીની માંગણી પણ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે દિનેશભાઈએ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

લૂંટ અને ખંડણી જેવા 40 ગુનાનો રીઢો આરોપી ઈરફાન ઉર્ફે રઝા ઝડપાયો (Etv Bharat Gujarat)

પોલીસે ઝડપ્યું ગેંગ:

સી ડિવિઝન પોલીસના એસીપી અશોક રાઠવા અને તેમની ટીમે ઈરફાન ઉર્ફે રઝા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરવામાં આવેલા ત્રણેય શખ્સો ભૂતકાળમાં અનેક ગુનામાં સંડોવાયેલા છે અને ગુનાહિત પ્રવૃત્તિઓ માટે ઓળખાતા હતા.

પોલીસ પત્રકાર પરિષદ:

એસીપી અશોક રાઠવા દ્વારા પત્રકાર પરિષદમાં ઘટના અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેઓએ જણાવ્યું કે, “આરોપી ઈરફાન ઉર્ફે રઝાએ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વેપારીઓને ડરાવી ધમકાવી લૂંટ અને ખંડણીના અનેક ગુનાને અંજામ આપ્યો છે. તેમના આ ત્રાસ સામે કાર્યવાહી અભિયાન હેઠળ તેને ઝડપી લેવાયો છે.”

આગળની કાર્યવાહી:

હાલ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે, આ આરોપીઓ વધુ ગુનાઓમાં

આ પણ વાંચો:

  1. ધોરાજીની સગીરા બની ગર્ભવતી, પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
  2. સુરતમાં દેહ વ્યાપાર કરતા બે જગ્યા પર પોલીસના દરોડા: બાંગ્લાદેશી યુવતીઓ અને ગ્રાહકો ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.