સુરત: આજે સી આર પાટીલ નો જન્મદિવસ છે, ત્યારે તેમના જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી છે. જળ આપણા માટે ખૂબ મહત્ત્વનું છે ત્યારે પાણી બચાવવા અને તેનો સંગ્રહ કરવાંના સંકલ્પ સાથે આજ રોજ ઓલપાડ તાલુકાના એક સાથે 10 હજારથી વધુ ગામડાઓમાં વોટર રિચાર્જ માટેના કામોને વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે ઓલપાડના દેલાડ ગામ ખાતેથી લીલી ઝંડી આપી હતી.
ગામ તેમજ સીમમાં વરસાદી પાણીનો બગાડ ન થાય અને તેને બોરના માધ્યમથી જમીનમાં ઉતારવામાં આવે તો જમીનમાં જળના સ્તર પણ ઊંચા આવે તેવા હેતુથી મંત્રી મુકેશ પટેલે તમામ ગામોમાં 100 જેટલા બોર બનાવી વોટર રિચાર્જના કામો શરૂ કર્યા છે. આ કામને એક જ મહિનામાં પૂર્ણ કરવાનો મંત્રી મુકેશ પટેલનો લક્ષ્યાંક છે, ત્યારે આ કામમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ તમામ ગ્રામજનો સહિયોગ કરે તેવી અપીલ પણ કરી હતી.

કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા હતા અને જનભાગીદારીથી જળસંચયને સાર્થક કરવા માટે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પણ ઓલપાડ તાલુકાની જનતાને આ કામમાં મદદરૂપ થવા અપીલ કરી હતી.
આ પણ વાંચો: