સુરત: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત નવી મલ્ટિપલ એન્ટ્રી-એક્ઝિટ પોલિસીને મંજૂરી આપી છે. આ નીતિથી એવા વિદ્યાર્થીઓને લાભ થશે જેમણે એક કે બે વર્ષ અભ્યાસ કર્યા પછી કોઈ કારણસર અભ્યાસ છોડવો પડ્યો હતો.
નવી પોલિસી અનુસાર, એક વર્ષ અભ્યાસ પૂર્ણ કરનારને સર્ટિફિકેટ, બે વર્ષ માટે ડિપ્લોમા, ત્રણ વર્ષ માટે ડિગ્રી અને ચાર વર્ષ પૂર્ણ કરનારને ઓનર્સ ડિગ્રી આપવામાં આવશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)એ પણ આ પોલિસીને મંજૂરી આપી છે.
VNSGUના વાઇસ ચાન્સલર કિશોરસિંહ ચાવડાના જણાવ્યા મુજબ, યુનિવર્સિટીએ અત્યાર સુધીમાં આઠ કરોડ માર્કશીટ અને બે કરોડથી વધુ પદવીઓ એનાયત કરી છે. આમ છતાં લાખો વિદ્યાર્થીઓએ અધૂરો અભ્યાસ છોડ્યા બાદ કોઈ પ્રમાણપત્ર મેળવ્યું નથી.
નવી વ્યવસ્થા હેઠળ વિદ્યાર્થીઓ વર્ષો પછી પણ પોતાના અભ્યાસના પ્રમાણપત્રના આધારે ઓળખ મેળવી શકશે. તેઓ નોકરી કે આગળના અભ્યાસ માટે અરજી કરી શકશે. કોઈપણ યુનિવર્સિટીમાં પ્રવેશ લઈને અધૂરો અભ્યાસ ફરી શરૂ કરી શકશે. આ નવી વ્યવસ્થા રાજ્યની તમામ યુનિવર્સિટીમાં અમલમાં મુકાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી યુનિવર્સિટીએ 2 કરોડ પદવી અને 8 કરોડ માર્કશીટો આપી છે પણ નોંધપાત્ર રીતે લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ અધૂરા મૂકી ગયા છે. હવે આ નવા નિયમો હેઠળ તેઓ સમાન હકદાર બનશે. ગુજરાતની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે મોટી રાહત લાવશે. નવું SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) વિદ્યાર્થીઓ માટે સફળતાપૂર્વક અમલમાં આવશે અને ગુજરાતના યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ ઝડપથી આ સેવાનો લાભ લઈ શકશે. ખાસ કરીને એવા પરિવારોમાંથી આવેલા વિદ્યાર્થીઓ જેઓ કેટલાક કારણોસર અભ્યાસમાંથી બહાર ગયા હતા, હવે ફરીથી માન્ય ડિપ્લોમા અને સર્ટિફિકેટ મેળવી શકશે.
આ પણ વાંચો: