ETV Bharat / state

પાલનપુરમાં પેટ્રોલપંપ પર 25 હજારની લૂંટમાં પોલીસે ફંફોળ્યા 250 CCTV, શખ્સોને ઝડપીને લીધો દમ - PATROL PUMP LOOT CASE

પાલનપુરમાં પેટ્રોલપંપ પર કર્મચારીને લૂંટ કરનારા બે ઝડપાયા હજુ બે ફરાર....

પાલનપુરમાં પેટ્રોલપંપ પર કર્મચારીને લૂંટ કરનારા બે ઝડપાયા હજુ બે ફરાર
પાલનપુરમાં પેટ્રોલપંપ પર કર્મચારીને લૂંટ કરનારા બે ઝડપાયા હજુ બે ફરાર (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 19, 2025 at 4:18 PM IST

2 Min Read

બનાસકાંઠા: પાલનપુર તાલુકાના મોટી ભટામલ ગામે પેટ્રોલપંપ પર કર્મચારી સાથે 25 હજારની થયેલી લૂંટનો ભેદ ઉકેલીને પાલનપુર તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં જ બે શખ્સોને ઝડપી લીધા છે અને હજુ ફરાર બે લોકોને ઝડપી લેવા અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકા પોલીસે મોટી ભટામાલ ગામે થયેલી લૂંટનો ભેદ ઉકેલી લીધો છે લૂંટના સામે આવેલા સીસીટીવી કેમેરાની મદદથી લૂંટ કરનારાઓનો રૂટ ટ્રેક કરી તેમના ફોટોગ્રાફ અલગ અલગ લોકોને બતાવી હ્યુમન સોર્સની મદદથી આખરે બે લોકોને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે પોલીસે આ લૂંટનો ભેદ ઉકેલવા માટે બનાસકાંઠા એલસીબી એસઓજી સહિતની અલગ અલગ ટીમો બનાવી હતી જે ટીમોની મદદથી આખરે બે લોકો હાલ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.

પાલનપુરમાં પેટ્રોલપંપ પર કર્મચારીને લૂંટ કરનારા બે ઝડપાયા હજુ બે ફરાર (Etv Bharat Gujarat)

સમગ્ર ઘટનાની વાત કરીએ તો પાલનપુર તાલુકાના મોટી ભટામલ ગામે આવેલા ભારત પેટ્રોલિયમ પર 11 એપ્રિલના રાત્રે બાઈકમાં પેટ્રોલ પુરાવાના બહાને ચાર બુકાનીધારી શખ્સોએ પેટ્રોલ પંપના કર્મચારી પાસેથી કુહાડીની અણીએ 25 હજારની લૂંટ ચલાવી હતી. આ લૂંટની સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે ઘટના બાદ તાલુકા પોલીસે એલસીબી એસઓજી સહિતની વિવિધ ટીમો બનાવી લૂંટ કરનારા ચાર શખ્સોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી હતી. ત્યારે અલગ અલગ ટીમો દ્વારા 250 જેટલા સીસીટીવી કેમેરા ખંગાળી અને હ્યુમન સોર્સની મદદથી આખરે લૂંટ કરનારા બે લોકોને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે.

પોલીસે અમીરગઢના ખાપરા નીચલી ફળીનો ભગાભાઈ ઉર્ફે ભરત પરમાર અને અમીરગઢના ડાભચિતરાનો નાનજી અંગારીને ઝડપી લીધા છે જેમની પૂછપરછમાં આ લૂંટમાં સંડોવાયેલા અમીરગઢના બકાભાઈ અંગારી અને નાથાભાઈ અંગારીના નામ ખુલતા તેમને ઝડપી લેવા અલગ અલગ ટિમો દ્વારા તપાસ શરૂ કરાઈ છે. વિશે ઝડપાયા બંને શખ્સો પૂછપરછ હાથ ધરી છે પકડાયેલા બંને શબ્દો અગાઉ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં કે આ પ્રકારની લૂંટમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે હાલ તો તપાસ આરંભી છે.

મોટી ભટામલ ગામે પેટ્રોલ પંપ ચલાવતા માલિક મહેશભાઈ ચૌધરીએ પણ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી તેમણે કહ્યું કે પોલીસે ટૂંક જ સમયમાં સમગ્ર લૂંટનો ભેદ ઉકેલી બે લોકોને ઝડપી લીધા છે પેટ્રોલપંપના માલિકે પોલીસની કામગીરીથી સંતોષ માન્યો હતો તેમને કહ્યું કે પોલીસ આ જ પ્રકારે કામગીરી કરશે તો આ પ્રકારની લુંટ સહિત ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા આ પ્રકારના અસામાજીક તત્વોમાં પોલીસનું ભય બન્યો રહેશે.

  1. "નમામિ દેવી નર્મદે" મિની કુંભ બની નર્મદા પંચકોશી પરિક્રમા, જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું
  2. કોંગ્રેસે સંગઠનને મજબૂત કરવા AICC નિરીક્ષકોને મેદાને ઉતાર્યા! જુઓ જિલ્લાવાર યાદી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.