મનીષ ડોડીયા, જુનાગઢ: આજે ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની 30 મી પુણ્યતિથિ છે કટોકટી કાળ બાદ ભારતના વડાપ્રધાન બનેલા મોરારજી દેસાઈ આજે પણ મોંઘવારી માંથી રાહત અપાવનાર એકમાત્ર વડાપ્રધાન તરીકે લોકોના હૈયે અને હોઠે વસેલા છે.
મોરારજી દેસાઈના સમયમાં 2 રૂપિયા અને 20 પૈસામાં એક કિલો ખાંડ આજે પણ લોકો ભૂલી શક્યા નથી. આવા દીર્ઘદ્રષ્ટિ વાળા ભારતના પૂર્વ વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના પૂર્વ ચેરમેન મોરારજી દેસાઈની આજે 30મી પુણ્યતિથિ નિમિત્તે તેના જીવન ચરિત્ર પર વિશેષ અહેવાલ.
महान स्वतंत्रता सेनानी, प्रखर सुधारवादी, भारत के पूर्व प्रधानमंत्री मोरारजी देसाई जी की पुण्यतिथि पर विनम्र नमन।#मोरारजी_देसाई #MorarjiDesai pic.twitter.com/ZlpxRKiTra
— Ministry of Steel (@SteelMinIndia) April 10, 2025
આજે મોરારજી દેસાઈની 30 મી પુણ્યતિથિ
10 એપ્રિલ 1995 મોરારજી રણછોડજી દેસાઈ સદેહે વ્યક્તિ અને એક ઉમદા રાજનેતા તરીકે આપણી વચ્ચેથી વિદાય લીધી એ પૂર્વે 29 ફેબ્રુઆરી 1896ના દિવસે વલસાડના ભદેલીમાં જન્મ લેનાર મોરારજી દેસાઈ ભારતના રાજકીય,સામાજિક, ધાર્મિક અને આઝાદીની ચળવળમાં ખૂબ મોટું નામ આજે પણ માનવામાં આવે છે.
ભારતમાં કટોકટી કાળ બાદ 1977 થી 1979 દરમિયાન તેઓ ભારતના ચોથા વડાપ્રધાન બન્યા હતા. તેઓ વડાપ્રધાન બનનાર પ્રથમ બિન કોંગ્રેસી નેતા પણ હતા. મોરારજી ભાઈ દેસાઈ વડાપ્રધાન બનતા પૂર્વે મુંબઈના મુખ્યમંત્રી ગૃહ અને નાણાં જેવા ખૂબ મહત્વના હોદ્દા પર કામ કર્યુ હતું. તેઓ ભારતના નાયબ વડાપ્રધાન પદે પણ ખૂબ જ સારી કામગીરી કરીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતને ખૂબ મોટું બહુમાન અપાવ્યુ હતુ.
મહાન સ્વતંત્રતા સેનાની, પૂર્વ વડાપ્રધાન 'ભારત રત્ન' શ્રી મોરારજી દેસાઈ જીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ.
— Praful Pansheriya (@prafulpbjp) April 10, 2024
ભારત દેશનાં વિકાસને નવી ગતિ આપવા અને વિશ્વ મંચ પર નવી ઓળખ અપાવવા માટે તેમના દ્વારા કરાયેલા પ્રયાસો તેમજ સંઘર્ષ આપણા સૌના માટે સદૈવ અવિસ્મરણીય છે.#MorarjiDesai… pic.twitter.com/qae0A83Mj4
દક્ષિણ એશિયામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા વિવાદોમાં શાંતિનું સ્થાપન થાય તે માટે મોરારજી દેસાઈ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને આજે પણ આટલા જ પ્રસ્તુત માનવામાં આવે છે. ભારતના પ્રથમ અણુ વિસ્ફોટ 1974માં થયા બાદ મોરારજી દેસાઈએ ચીન અને પાકિસ્તાન સાથે મૈત્રી પૂર્ણ સંબંધો આગળ વધે તે માટેના પણ ખૂબ જ સારા પ્રયાસો થાય તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને સંભવત ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં થનાર યુદ્ધની પરિસ્થિતિ પર કાબુ કરવામાં પણ મોરારજીભાઈ દેસાઈની કુટનીતિ ખૂબ જ કારગર માનવામાં આવી હતી.

ભારત રત્ન અને નિશાને પાકિસ્તાનથી નવાજીત
મોરારજી દેસાઈના કાર્યકાળ દરમિયાન તેમની સામાજિક આરોગ્ય અને સંચાલન ક્ષેત્રની સુધારા નીતિઓને તેમના કાર્યકાળ દરમિયાન ખૂબ જ પ્રોત્સાહન મળ્યું. જેને કારણે તેમને પાકિસ્તાન દ્વારા આપવામાં આવતા સર્વોચ્ચ સન્માન નિશાન એ પાકિસ્તાનથી 1990માં સન્માનિત કરવામાં આવ્યા ત્યાર બાદ ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી 1991માં મોરારજી દેસાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા.
મોરારજી દેસાઈ ચુસ્ત સિદ્ધાંત વાદી અને નિયમિત પણે સ્વમૂત્ર અને ફળાહાર જેવા કુદરતી ઉપચાર પદ્ધતિથી શરીરને જાળવનાર એક રાજનેતા તરીકે પણ આજે લોકો મોરારજીભાઈ દેસાઈને યાદ કરી રહ્યા છે.

વલસાડમાં જન્મ પરંતુ પ્રાથમિક શિક્ષણ સાવરકુંડલામાં
મોરારજી દેસાઈનો જન્મ જે તે સમયના બોમ્બે પ્રેસિડેન્ટ વિસ્તારમાં આવતા વલસાડ જિલ્લાના ભદેલી ગામમાં થયો હતો, પરંતુ પ્રાથમિક શિક્ષણ મોરારજીભાઈ દેસાઈએ અમરેલી જિલ્લાની કુંડલા શાળા જે સાવરકુંડલામાં આવેલી છે અને અત્યારે જે વી મોદી શાળા તરીકે ઓળખાય છે તેમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ત્યાર બાદ વધારાનું શિક્ષણ વલસાડમાં આવેલી બાઇ અવા બાઇ હાઈસ્કૂલમાં પ્રાપ્ત કર્યુ હતુ.

મોરારજીભાઈ દેસાઈ વિલ્સન કોલેજ મુંબઈથી સ્નાતક થયા હતા, ત્યારબાદ તેઓ ગુજરાતમાં નાગરિક સિવિલ સેવામાં નાયબ કલેકટર તરીકે ગોધરામાં જોડાયા હતા, નોકરીમાં જોડાયા બાદ 1930માં સ્વતંત્રતા સંગ્રામની લડાઈમાં જોડાવા માટે તેમણે નાયબ કલેક્ટર પદેથી રાજીનામું આપીને અસહકારની ચળવળમાં જોડાયા હતા, જેને કારણે તેમને ઘણો લાંબો સમય જેલમાં પણ જવું પડ્યું હતું.
ગાંધીવાદી વિચારધારાને વરેલા મહાન સ્વતંત્રતા સંગ્રામ સેનાની, શ્રેષ્ઠ પ્રશાસક અને પ્રખર વક્તા એવા ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી 'ભારત રત્ન'થી સન્માનિત મોરારજી દેસાઈજી ની પુણ્યતિથિ પર કોટી કોટી વંદન કરું છું. #MorarjiDesai pic.twitter.com/uysM77pbHH
— Pradipsinh Jadeja (@PradipsinhGuj) April 10, 2021
આઝાદી બાદ રાજકીય રીતે ખૂબ સક્રિય
1956 થી સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિએ મરાઠી ભાષી લોકોના બનેલા મહારાષ્ટ્ર રાજ્યની માંગ માટે આંદોલન શરૂ કર્યું, બીજી તરફ ઈન્દુલાલ યાજ્ઞિકે પણ ગુજરાતી રાજ્યની માંગ સાથે મહાગુજરાત આંદોલન શરૂ કર્યું મોરારજીભાઈ દેસાઈ રાષ્ટ્રીય રીતે ખૂબ જ ચુસ્ત માનવામાં આવતા હતા તેઓ આ બંને ચળવળોના એકદમ વિરોધી હતા મુંબઈના ફ્લોરા ફાઉન્ટેન પાસે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ દ્વારા જે ઉગ્ર દેખાવ અને તોડફોડ કરવામાં આવી હતી જેને કારણે સરકારની જાહેર મિલકતોને ખૂબ નુકસાન થયું હતું. આવા ઉપદ્રવીઓ સામે મોરારજી દેસાઈ ખૂબ જ આકરી કાર્યવાહી કરીને પરિસ્થિતિને વધુ વણસતી અટકાવી લીધી હતી. આ લડાઈમાં કેટલાક લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યુ હતુ.
🇮🇳 पूर्व प्रधानमंत्री, महान स्वतंत्रता सेनानी 🇮🇳 भारत रत्न मोरारजी देसाई जी के स्मृति दिवस पर उन्हें विनम्र अभिवादन।🙏🏻#मोरारजी_देसाई#MorarjiDesai pic.twitter.com/wDIAlOz1QS
— Nitin Gadkari (@nitin_gadkari) April 10, 2025
મહારાષ્ટ્ર અને ગુજરાતી લોકોની અલગ રાજ્યની માંગને લઈને મોરારજી દેસાઈ ભાષાકીય આધાર પર રાજ્ય વિભાજનની પરવાનગી આપી હતી પરંતુ તેઓ ભાષા કેવી રીતે કોઈ રાજ્યનું નિર્માણ થાય તેની એકદમ વિરોધમાં હતા જેથી તેમણે સંયુક્ત મુંબઈના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ હતુ ત્યારબાદ 14 નવેમ્બર 1956માં જવાહરલાલ નહેરુ ના વડપણ હેઠળ કેન્દ્રીય પ્રધાન મંડળમાં મોરારજી દેસાઈ ને વેપાર અને ઉદ્યોગ ખાતાના પ્રધાન તરીકે સામેલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ 1958માં કોઈ પ્રકરણને કારણે નાણાપ્રધાન ટી ટી કૃષ્ણમાચારીએ રાજીનામું આપી દેતા નાણામંત્રી તરીકેનો વધારાનો પદભાર પણ મોરારજીભાઈ દેસાઈએ સંભાળ્યો હતો.
ભારતના પૂર્વ વડાપ્રધાન, ગુજરાતના સપૂત, 'ભારત રત્ન' મોરારજીભાઈ દેસાઈની પુણ્યતિથિએ સાદર નમન.
— Raghavji Patel (@RaghavjiPatel) April 10, 2025
તેમનું શિસ્તપૂર્ણ જીવન, સ્પષ્ટભાષિતા અને ન્યાયસભર વ્યક્તિત્વ તેમજ લોકતંત્રને મજબૂત બનાવવામાં તેમણે આપેલું યોગદાન દેશવાસીઓ માટે સદૈવ પ્રેરણાદાયી બની રહેશે.#morarjidesai pic.twitter.com/eK5gH6QVwe
ભારત વડાપ્રધાન બન્યા, નાણાપ્રધાન તરીકે પણ યશસ્વી કામગીરી
મોરારજી દેસાઈ નાણામંત્રી બન્યા બાદ તેમણે લાંબી મુદતની લોનનું આયોજન કર્યું હતું. સુવર્ણ નિયંત્રણ યોજના, ફરજીયાત બચત યોજના, આવકવેરા પર સરચાર્જ પરદેશી આર્થિક મદદની શરતોમાં નિયંત્રણો ઓછા કરવા જેવા તેમના નાણામંત્રી તરીકેના નિર્ણયો આજે પણ દેશની જનતા અનુભવી રહી છે. 1975માં લાડવામાં આવેલી કટોકટી બાદ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી કટોકટી ઉઠાવી લેવાનો નિર્ણય કરતા 1977ની સામાન્ય ચૂંટણીમાં મોરારજીભાઈ દેસાઈની જનતા પાર્ટીએ ભારે બહુમત મેળવ્યો અને 24મી માર્ચ 1977ના દિવસે તેઓ ભારતના વડાપ્રધાન બન્યા હતાં.
राष्ट्रवादी व्यक्तित्व के धनी,स्वाधीनता संग्राम सेनानी,भारत रत्न एवं पूर्व प्रधानमंत्री श्री मोरारजी देसाई जी की पुण्यतिथि पर विनम्र श्रद्धांजलि।#morarjidesai #मोरारजीदेसाई #મોરારજીદેસાઈ pic.twitter.com/WK98Wkqsbh
— Shobhanaben Mahendrasinh Baraiya (@Shobhanaben_MP) April 10, 2025
તેમના નેતૃત્વમાં ભારત સરકારે દક્ષિણ એશિયાય પાડોશી દેશો સાથેના સંબંધોને અગ્રીમતા આપી અને એક દેશ બીજા દેશનો દુશ્મન ન બને અને વણસેલા સંબંધો વધુ સારા બને તેની શરૂઆત કરવામાં આવી હતી મોરારજી દેસાઈના કાર્યકાળ દરમિયાન કેટલાક વિવાદ અને નિર્ણયોને કારણે પણ મોરારજી દેસાઈની સરકાર પર આક્ષેપો થયા જેને કારણે 15 જુલાઈ 1979 ના દિવસે તેમણે ભારતના વડાપ્રધાન પદેથી રાજીનામું ધરી દીધું હતું.

સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે આપી સેવા
મોરારજી દેસાઈ પ્રથમ વખત 1966માં સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને ત્યારબાદ ચેરમેન તરીકેની સેવાઓ પણ આપી હતી આજે સોમનાથમાં જે વિકાસ કાર્યોની વણઝાર ચાલી રહી છે. મોરારજીભાઈ દેસાઈ દ્વારા શરૂ કરવામાં આવેલા કાર્યોની એક ઝલક આપે છે, જ્યારે મોરારજીભાઈ દેસાઈ સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને ચેરમેન બન્યા ત્યારે મંદિર સિવાય અન્ય કોઈ સુવિધાઓ હયાત ન હતી પરંતુ તેમના કાર્યકાળ થી મંદિરના વિસ્તૃતિકરણ અને શિવભક્તોની સંખ્યાને ધ્યાને રાખીને વિવિધ સેવાઓ શરૂ કરવામાં આવી જે આજે આધુનિક સોમનાથના પાયામાં પણ મોરારજીભાઈ દેસાઈનો સિંહ ફાળો જોવા મળે છે, મોરારજીભાઈ દેસાઈ 1966 થી લઈને 1995 સુધી સતત 29 વર્ષ સુધી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી રહ્યા હતા.
સાદગી, સચ્ચાઈ અને અડગ ચિંતનના પ્રતીક, ગુજરાતના ગૌરવ એવા દેશના પૂર્વ વડાપ્રધાન " ભારત રત્ન" શ્રી મોરારજી દેસાઈ જીની પુણ્યતિથિ નિમિત્તે વિનમ્ર શ્રદ્ધાંજલિ.
— Ishwarsinh T Patel (@patelishwarsinh) April 10, 2025
રાષ્ટ્ર માટે તેમનું સંઘર્ષમય અને સમર્પિત જીવન દેશવાસીઓ માટે સદૈવ પ્રેરણાસ્ત્રોત બની રહેશે.#MorarjiDesai#IshwarsinhPatel pic.twitter.com/xDixeL5FLc
રાજકીય નિવૃત્તિ બાદ સામાજિક સેવા
વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ મોરારજી દેસાઈ તેમના પુત્ર સાથે મુંબઈમાં જીવન વીતાવતા હતા, 92 વર્ષ સુધી ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં હાજર રહેવાનો ક્રમ જાળવી રાખ્યો હતો. 10 એપ્રિલ 1995ના દિવસે તેમને બિમારી બાદ મુંબઈમાં અવસાન થયું હતું, ત્યાર બાદ 12મી એપ્રિલ 1995ના દિવસે અમદાવાદમાં સાબરમતી આશ્રમ પાસે આવેલી ગૌશાળાની ભૂમિ પર પૂરા રાષ્ટ્રીય સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. જે સ્થળ આજે પણ અભયઘાટ તરીકે ઓળખાય છે.