ETV Bharat / state

રાજયમાં આજથી 5 દિવસ સુધી તિરંગા યાત્રા, તિરંગાના રંગે રંગાયુ રાજકોટ - Tiranga Yatra 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 10, 2024, 9:12 AM IST

Updated : Aug 10, 2024, 2:16 PM IST

તિરંગા યાત્રા
તિરંગા યાત્રા (Etv Bharat Gujarat)

રાજકોટ: આગામી સ્વાતંત્ર્ય પર્વને લઈને રાજ્ય સરકારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટા પાયે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. આજથી 5 દિવસ એટલે કે, 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં તિરંગા યાત્રા યોજાઈ છે. જે અંતર્ગત રાજ્યના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં રાજ્યકક્ષાના કાર્યક્રમો યોજાશે. જેના ભાગરૂપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર મહાનગરોમાં 2 થી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને રાજ્યના 75 આઈકોનિક સ્થળો પર ઉજવણી કરવામાં આવશે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવશે અને 50 લાખ તિરંગાનું વિતરણ રાજ્યમાં કરવામાં આવશે.

LIVE FEED

2:11 PM, 10 Aug 2024 (IST)

તિરંગાના રંગે રંગાયુ રાજકોટ, ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં વાજતે-ગાજતે નીકળી તિરંગા યાત્રા

રાજકોટમાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ બહુમાળી ભવન ચોકથી ત્રિકોણબાગ ચોક સુધીની તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા રેસકોર્સ આસપાસના વિસ્તારમાં તિરંગા માહોલ સર્જાયો હતો. હજારો લોકો તથા વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતાં. જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, રાજ્યના પ્રધાનો રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયા, કુંવરજી બાવળિયા, હર્ષ સંઘવી, રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્યો ઉદય કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતા શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. તિરંગા યાત્રાનું બહુમાળી ભવન ચોક સરદાર પટેલની પ્રતિમા પાસેથી પ્રસ્થાન થયું હતું. જ્યારે જ્યુબિલી ચોકમાં ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે જેપી નડ્ડાએ વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાને નમન કર્યા હતા. જેપી નડ્ડાએ કહ્યું કે, ગુજરાતની ધરતી પર આવીને મને ગર્વ છે. ગુજરાતની ધરતીને મારા વંદન. જ્યાં જુઓ ત્યાં ત્રિરંગા જોવા મળે છે. સ્વતંત્ર ભારતના નિર્માણમાં ગુજરાતનું મોટું યોગદાન છે. ગુજરાત એ સંતો અને વીરોની ભૂમિ છે. મહાત્મા ગાંધીના યોગદાનને દેશ ક્યારેય ભૂલી શકતો નથી. દેશના વિકાસમાં સરદાર પટેલે મહત્વની ભૂમિકા ભજવી છે. સરદાર પટેલે દેશને એક કર્યો. પીએમ નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતના ગૌરવની વાત કરી હતી. ગુજરાત ભારતના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ત્રિરંગા યાત્રા સુરત, વડોદરા, અમદાવાદમાં શરૂ થશે. હર ઘર તિરંગા અભિયાન 15 ઓગસ્ટ સુધી ચાલશે.

ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં વાજતે-ગાજતે નીકળી તિરંગા યાત્રા (Etv Bharat Gujarat)

10:19 AM, 10 Aug 2024 (IST)

રાજકોટથી તિરંગા યાત્રાનો પ્રારંભ, જેપી નડ્ડા, સીએમ ભુપેન્દ્ર પટેલ, વિજય રૂપાણી સહિતના દિગ્ગજોએ યાત્રાનો કરાવ્યો પ્રારંભ

રાજકોટથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સહિત સીએમ ભુપેન્દ્ર પટેલ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના દિગ્ગજોએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો, સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરીને યાત્રાને પ્રસ્થાન કરાવાઈ હતી.

Last Updated : Aug 10, 2024, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.