નવસારી: સમગ્ર ભારતમાં ભગવાન શ્રી રામચંદ્રજીએ મૂછ ધારણ કરી હોય તેવી એકેય પ્રતિમા નથી, પરંતુ નવસારી જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા વાંસદામાં આવેલા યાત્રાધામ ઉનાઈ મંદિર પરિસરમાં આવેલા ભગવાન રામજી મંદિરમાં સ્થાપિત મૂર્તિમાં ભગવાન રામચંદ્રજી અને તેમના લઘુ ભ્રાતા લક્ષ્મણજીને મૂછો છે....! સમગ્ર મંદિરનો ઇતિહાસ ભગવાન રામજીને કેમ મૂછો આપવામાં આવી તે જોઈએ Etv Bharat ના અહેવાલમાં.
સમગ્ર ભારતમાં જ્યાં પણ ભગવાન શ્રી રામજીના મંદિરો છે, ત્યાં પ્રભુનું સોમ્ય રૂપ જોવા મળે છે, પરંતુ રામાયણ કાળ સાથે સંકળાયેલા નવસારીના ઉનાઈમાં સોલંકી વંશના રાજા દ્વારા દોઢસો વર્ષ પૂર્વે સ્થાપિત મંદિરમાં ક્ષત્રિય રૂપ એટલે કે મૂછોવાળા શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજી, માતા જાનકી સાથે બિરાજિત છે.
વર્ષો અગાઉ ગુજરાતમાં રાજાઓનું શાસન હતું જેમાં વાંસદા પણ સોલંકી વંશના રાજાઓના શાસન હેઠળ આવતું હતું. નવસારી જિલ્લાના કેટલોક વિસ્તાર ગાયકવાડી શાસન હેઠળ હતું, તો વાંસદા પણ અલગ સ્ટેટ તરીકે અસ્તિત્વ ધરાવતું હતું જેમાં 1868 ની આસપાસ ઉનાઈ મંદિર પાસે જ ભગવાન રામચંદ્રજીનું મંદિર પણ બનાવવામાં આવ્યું હતું. જેમાં રાજપુત રાજા દ્વારા પુરુષત્વના પ્રતિક સ્વરૂપે મંદિરમાં પ્રતિષ્ઠિત ભગવાન રામચંદ્રજી અને લક્ષ્મણજીની પ્રતિમા મૂછોવાળી બનાવવામાં આવી હતી.
રાજપૂત સમાજ પુરુષોમાં પુરુષત્વ માં પ્રતિક રૂપે વર્ષોથી મૂછ રાખતા આવ્યા છે. મૂછ એટલે ક્ષત્રિયોની આન,બાન અને શાન... માનવીએ પોતાના મનમાં ભગવાનની પ્રતિમા પોતાના જેવી જ હશે, તેવું માનીને તેમની મૂર્તિઓ મંદિરમાં જીત કરતા આવ્યા છે. જેથી ક્ષત્રિય રાજા દ્વારા ભગવાનને પણ મૂછો આપી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી, ત્યારથી આ અલગ મૂર્તિઓ દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવા સાથે લગભગ ભારતના દરેક રામજી મંદિરથી અલગ પડે છે.
રામજી મંદિરનો જીણોદ્વાર થશે
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મંદિરના જીર્ણોદ્ધાર માટે 1.76 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી તેનું આજે ખાત મુહુર્ત કર્યું હતું. લાંબા સમયથી મંદિર જર્જરિત થતા તેના નવનિર્માણની માંગ કરવામાં આવી હતી આ મંદિર સરકારના તાબા હેઠળ છે, જેથી ભુપેન્દ્ર પટેલ દ્વારા ત્રિકમ મારી મંદિરના નવ નિર્માણ ની શુભ શરૂઆત કરાવી છે.
CM ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાત સરકારના યાત્રાધામ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એક 1.76 કરોડની ગ્રાન્ટ અત્રે પ્રસ્થાપિત કરવામાં આવી છે, એમાં ભગવાન શ્રી રામચંદ્રજીનું આ મંદિરનું નવનિર્માણ કરવામાં આવશે સાથે સાથે અહીંયા સાંસ્કૃતિક ભવન નું પણ નિર્માણ થઈ રહ્યું છે. આ જગ્યા ઉપર ખૂબ જ પૌરાણિક મંદિર છે, ભગવાન શ્રી રામચંદ્રજીની અલૌકિક મૂર્તિનું અહીંયા સ્થાપિત થયેલું આપણે ઘણી વખત જોઈએ છે કે દરેક મંદિરોને રામચંદ્રજીની મૂર્તિ હોય છે જ્યાં રામચંદ્રજીની મૂર્તિ છે એ મૂછો વગરની હોવા જોવા મળે છે.
અહીંયા એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં મૂછોવાળા રામજી અને લક્ષ્મણ જોવા મળે છે એવું એક પ્રતીત થાય છે કે, સોલંકી વંશના વાંસદા સ્ટેટના મહારાજાઓ મૂછોને પોતાની પુરુષત્વ તથા ક્ષત્રિયપણાનું પ્રતિક માનતા હતા, જેને અનુસંધાને આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલ હતું અને જે તે વખતે આ મંદિરનું નિર્માણ થયું ત્યારે ભગવાન શ્રી રામચંદ્રને રાજા તરીકે સ્થાપિત કરવા માટે એમને પોતાની મૂછો સાથે બિરાજિત કરાવ્યા હતા.
આ પણ વાંચો: