ભાવનગરમાં ખજૂર ધાણી દાળિયા રંગ પિચકારી બધામાં વધારો, જાણો વ્યાપારીઓ પાસેથી શું છે ભાવ
ભાવનગરમાં કલર, પિચકારી, ખજૂર, ધાણી દાળિયાની બજારોમાં વફરો જોવા મળી રહ્યો છે. આ બાબતે ETV BHARAT એ તમામ વ્યાપારીઓ સાથે વાતચીત કરી હતી.

Published : March 12, 2025 at 6:24 PM IST
ભાવનગર: હોળી અને ધુળેટી પર્વને રંગોનું પર્વ કહેવામાં આવે છે, પરંતુ આ રંગોનું પર્વ વ્યાપારીઓ અને લોકો માટે ફિક્કું પડી ગયું છે. ETV BHARAT એ કલર, પિચકારી, ખજૂર, ધાણી વગેરેની બજારની માહિતી મેળવી હતી. ગત વર્ષ કરતા ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ ગ્રાહકો નહિ જોવા મળતા હોવાનો કકળાટ વ્યાપારીઓ કરી રહ્યા છે. જો દરેક ચિઝોના ભાવ અને વ્યાપારીઓના મત ચાલો જાણીએ.
ધુળેટી નિમિતે કલરની બજારમાં મંદી: 14 માર્ચના રોજ જ્યારે ધુળેટી પૂર્વની ઉજવણી થવાની છે, ત્યારે ભાવનગરની મુખ્ય બજારોમાં કલરની બજારો રસ્તા ઉપર જોવા મળી રહી છે. ભાવનગરના ઘોઘાગેટ ચોક વિસ્તાર સહિત મુખ્ય બજારમાં કલરવાળાઓ કમાણી કરવા બેસી ગયા છે. રંગોના પર્વમાં કલરને લઈને કલર વહેચતા રાજુભાઈ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, અમે રંગોળી ઉપરના જે કલરો આવે છે તે 9 થી 10 લાવીએ છીએ અને વહેંચીએ છીએ. જેમાં ખાસ કરીને કોહિનૂર અને પીકપ જેવા કલર હોય છે, એ ખુબ સરસ આવે છે. રાજકોટ અને અમદાવાદથી અમે આ કલર લાવીએ છીએ. હાલ કલરના ભાવ કોહિનૂર અને પીકપના 20 રૂપિયાના 200 ગ્રામ અને 10 રૂપિયાના 100 ગ્રામ અને કોઈ વધારે લે તો પૈસા ઓછા કરી આપીએ છીએ. પરંતુ આ વર્ષે મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
પિચકારીની બજારમાં સુસ્તી જોવા મળી: ખાસ કરીને ધુળેટી પર્વમાં બાળકો માટે આવતી પિચકારીની બજારને લઈને પણ ETV BHARAT જાહેર રસ્તા ઉપર પિચકારી વહેચતા અકરમભાઈ સાથે વાતચીત કરી હતી અકરમભાઈએ જણાવ્યું હતું કે, પિચકારીમાં અલગ અલગ પ્રકારની વેરાઈટીઓ આવે છે. અમારી પાસે 50થી લઈને 100 રૂપિયા અને તેનાથી વધારે કિંમતની પિચકારીઓ છે. જેમાં પંપવાળી, કીટવાળી વગેરે જેવી પિચકારીઓ આવે છે.પરંતુ ગત વર્ષ કરતાં આ વર્ષે હજુ ગરાગી જોવા મળતી નથી. આમ જોઈએ તો મંદી જેવો માહોલ હોય તેવું લાગી રહ્યું છે.



ખજૂર, ધાણી દાળિયાની બજાર: ધુળેટી પર્વ પહેલા આગળના દિવસે હોળી માતાનું મહત્વ હોય છે, ત્યારે ખજૂર, ધાણી અને દાળિયાને લઈને પણ બજારમાં લોકો ખરીદી કરવા જાય છે. ત્યારે ખજૂર, ધાણી અને દાળિયા વહેંચતા રવિભાઈ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતાં આ વર્ષે 20 ટકા ભાવ વધારો આવ્યો છે. ખજૂરનો ભાવ 100 થી લઈને 120 રૂપિયા છે, પછી જેવી ક્વોલિટી તેવી ખજૂર હોય છે. આ સાથે ધાણી, દાળિયામાં પણ ભાવ 140 થી 160ની વચ્ચે કિલોના રહ્યા છે. જ્યારે મોટી ધાણીના 200 ભાવ છે. પતાસાના હારડામાં પણ નાના 40 રૂપિયા અને મોટા 60, 80 અને 100 એમ અલગ પ્રકારના છે. જો કે ધુળેટી પર્વ અને હોળીને એક દિવસનો પણ સમય આડો નથી ત્યારે ગરાગી જોવા મળતી નથી તેથી વ્યાપારીઓ ચિંતિત જોવા મળી રહ્યા છે.



બીજી તરફ કેસુડાની બજાર પણ નાના પાયે: ભાવનગર જિલ્લામાં વગડામાં થતા કેશુડાને શોધીને લાવી વેહચનાર લોકો પણ જાહેર રસ્તા વચ્ચે ગોઠવાઈ ગયા છે. કુદરતી કેશુડાના પાણીની હોળી રમવાની પણ એક પરંપરા છે, ત્યારે જાહેર રસ્તા પર તાજા તોડેલા કેશુડાને પણ લોકો ખરીદી રહ્યા છે. કેશુડાનું એક ઝબલુ 10 રૂપિયામાં વહેચાઈ રહ્યું છે. આમ છતાં કુદરતી રીતે કેશુડાને માનનાર લોકો ખરીદી કરી રહ્યા છે.
આ પણ વાંચો:

