જૂનાગઢ: જાપાનમાં જોવા મળતી મિયાઝાકી કેરી આજે પણ વિશ્વની સૌથી મોંઘી કેરી તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે મિયાઝાકી કેરી તેના રંગ અને કલરથી વિશ્વમાં સૌથી અલગ જોવા મળે છે, પરંતુ તેની મીઠાશ અને જોવા મળતા અન્ય પોષક તત્વો સામાન્ય કેરીની માફક જ હોય છે. જાપાનમાં મિયાઝાકી કેરીના ઉત્પાદન પાછળ ખૂબ મોટો ખર્ચ થાય છે, જેથી આ કેરી વિશ્વની સૌથી મોંઘી કેરી તરીકે પ્રચલિત થઈ છે.
શા માટે જાપાનની મિયાઝાકી કેરી સૌથી મોંઘી: સમગ્ર વિશ્વમાં 2000 કરતાં પણ વધારે જાતની કેરી જોવા મળે છે, તેમાં સૌથી વધારે ધ્યાન આકર્ષિત કરતી કેરી જાપાનની મિયાઝાકી છે. આ કેરી તેના રંગ અને સુગંધને કારણે વિશ્વમાં જોવા મળતી કેરી કરતા પોતાની જાતને એક અલગ કેરી તરીકે પ્રસ્થાપિત કરવામાં પણ સફળ રહી છે. આજે પણ કેરીની સિઝન દરમિયાન જાપાનમાં જ્યારે મિયાઝાકી કેરીની હરાજી શરૂ થાય, ત્યારે પ્રથમ બોક્સ અઢીથી ત્રણ લાખ રૂપિયાની કિંમતે વેચાય છે. આટલી મોટી કિંમત હોવાને કારણે મિયાઝાકી કેરી આજે વિશ્વની સૌથી મોંઘી કેરી બની રહી છે, જેની પાછળ તેનો ઉત્પાદન ખર્ચ સૌથી મોટો કારણભૂત ફેક્ટર માનવામાં આવે છે.


મિયાઝાકી કેરીમાં 17 ટી એસ એસ: મિયાઝાકી કેરીના મીઠાશ તત્વ તરીકે પ્રમાણિત થયેલા TSS નું પ્રમાણ 17 હોય છે, જે સામાન્ય કેસર કેરી કરતા ઓછું જોવા મળે છે. કેસર કેરીમાં TSS 19 થી 22 જેટલું જોવા મળે છે, સામાન્ય રીતે કોઈ પણ આંબા અને ફળ આવવા સુધી 20 થી 25 ડિગ્રીનું ટેમ્પરેચર અનુકૂળ માનવામાં આવે છે. જાપાનમાં સતત બરફ વર્ષાને કારણે મિયાઝાકીના આંબાને ગ્રીન હાઉસમાં રાખવા પડે છે, જેની પાછળ લાખો ડોલરનો ખર્ચ થાય છે, જેથી આ કેરી વિશ્વની મોંઘી કેરી બને છે. ગીરનું વાતાવરણ મિયાઝાકી કેરીના આંબાને એકદમ અનુકૂળ આવે તેમ છે, જો અહીં સફળતાપૂર્વક વાવેતર થાય તો પ્રતિ એક કિલો મિયાઝાકી કેરી 500 થી 1000 રૂપિયા સુધીના બજાર ભાવે વહેંચાઈ શકે છે.
આ પણ વાંચો: