અમદાવાદ: શહેરના જુહાપુરા સ્થિત ગેરકાયદે બાંધકામો પર ફરી બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી. જેમાં જુહાપુરાના કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદે બાંધકામ પર કોર્પોરેશન દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી. તેના દ્વારા 1000 વાર જગ્યા પર બાંધેલા ઝુબેદા હાઉસને પોલીસ અને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.
અધિકારીઓ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની આ કામગીરી કરવામાં આવી. જુહાપુરામાં બે ગુનોગારો નઝીર વોરા નજર ઝુબેદા હાઉસ અને સરફરાજ કીટલીના ઘરે કોર્પોરેશન દ્વારા બુલડોઝર કાર્યવાહીની કામગીરી કરવામાં આવી.
જુહાપુરા વિસ્તારમાં આવેલા ઝુબેદા હાઉસના ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બંગલા પ્રકારના બાંધકામમા મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી. આરોપીને નજીર વોરા સામે વેજલપુર અને સરખેજ સહિતના પોલીસ સ્ટેશનમાં 20 થી વધુ ગુનાઓમાં આરોપી તરીકે સંડોવાયેલા છે.

આ અંગે ટીડીઓ અધિકારી શંકર અસારીએ ફોન પર વાતચીત કરતા જણાવ્યું હતું કે, પોલીસ વિભાગમાંથી જે નામોની યાદી અમને મળી હતી, એ પૈકીના બાંધકામો આજે અમે તોડી રહ્યા છીએ. જેમાંથી નજીર મોહમ્મદ વોરા પોતાના બાંધકામ અંગે હાઇકોર્ટમાં ગયા હતા.

આ બાંધકામને ન તોડવા અંગેની દાદ માંગી હતી, પરંતુ હાઇકોર્ટે તેમની અરજી સ્વીકારી નથી અને હાઇકોર્ટે તેમની અરજી રિજેક્ટ કરી નાખી હતી .જેથી નિયમ મુજબ અમે નોટિસ આપી ઝુબેદા હાઉસ નામના બાંધકામને તોડી પાડવાની કામગીરી કરી અને આમ 4000 ચોરસ ફૂટ જેટલી જગ્યા ને ખાલી કરવામાં આવી. આ ઉપરાંત અહેસાન પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ હતું તેને પણ તોડવામાં આવી રહ્યું છે.
ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ અમદાવાદ મનપાની તવાઈ, વર્ષ 2023 ના કેસ પર લેવાયો નિર્ણય