વડોદરા: હોળાષ્ટક પછી ચૈત્ર મહિનામાં મહિલાઓ દ્વારા પોતાના બાળકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય અર્થે તેમનું રક્ષણ માટે ટાઢું ખાવાની પરંપરા આજે પણ યથાવત જોવા મળે છે.બાળકોના રક્ષણ માટે ચૈત્ર માસમાં બળિયાદેવ મંદિરે ટાઢું ખાઈ માનતા પૂરી કરવાનો રિવાજ આજના યુગમાં યથાવત રહ્યો છે. મહિલાઓ બળીયાદેવના મંદિરે ટાઢું ખાઈને પોતાની માનતા પૂરી કરે છે. બળિયાદેવના દર્શનનું અપાર માહાત્મ્ય પુરાણોમાં વર્ણવાયું હોવાથી પોર ખાતેના આ મંદિરમાં ખાસ કરીને રવિવારે હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટે છે.
મોટા બળિયાદેવ મંદિરે શ્રદ્ધાળુઓ: પવિત્ર યાત્રાધામની ઓળખ ધરાવતા બળિયાદેવના દર્શનાર્થે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. પોર ખાતે આવેલ પ્રસિદ્ધ બળીયાદેવનું મંદિર પૌરાણિક અને ઐતિહાસિક છે. જેથી દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી થતાં દર્શનાર્થે આવતા હોય છે. ઘણા ખરા મંદિર શિખર વાળા હોય છે. પરંતુ માત્ર બળીયાદેવ દાદાના જ મંદિરમાં શિખર હોતું નથી, પરંતુ પોર ખાતે આવેલ આ બળિયાદેવ દાદાના મંદિરે વાંદરાઓ પ્રવેશી ન જાય તે માટે પિતળની જાળી મુકવામાં આવી છે.
પુજારીને સ્વપ્નામાં દર્શન આપી હકીકત કહી: સત્ય હકીકત એ છે કે, આ મંદિરમાં જેટલી વાર શિખર તૈયાર કરવામાં આવ્યું છે તેટલી વખત તેનો કોઈ ભાગ તૂટી જતો હતો. શિખર લાંબા સમય સુધી ટકતું ન હતું. ત્રણ વખત આ મંદિરનું શિખર બાંધ્યું, પરંતુ તે ત્રણેય વખત તૂટી ગયું.

ચોથી વખત પ્રયત્નો કર્યા તો પૂજારીને સ્વપ્નમાં બળિયાદેવએ કહ્યું કે, મને ખુલ્લા રહેવું ગમે છે. જ્યારે પણ શિખર બાંધશો, ત્યારે હું તે તોડી નાખીશ. બળીયાદેવની પૂજા 20 પૂજારીઓના હસ્તે વારાફરતી કરાય છે. પ્રાચીન કાળમાં હેડંબાવન તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ભીમની પત્ની હેડંબા રહેતી હતી. ભીમના પુત્ર ઘટોત્કચે કટંકટા નામની દાનવ કન્યા સાથે લગ્ન કર્યા હતા.

સરકાર દ્વારા પૌરાણિક મંદિરનો વિકાસ: પોર ગામને યાત્રાધામ તરીકે ડેવલપ કરવા માટે જિલ્લા વહીવટી તંત્રએ 10 કરોડનું ફંડ આપ્યું છે. આ બળિયાદેવનું મંદિર આશરે 500 વર્ષ કરતાં પણ જૂનું છે. 1992માં તેનું નવીન બાંધકામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 27 વર્ષ બાદ આ મંદિરની જર્જરિત હાલત થતા તેનું રિવરવેશનના કામ માટે 2016 માં મંદિરના પૂજારી દિલીપભાઈ ઉપાધ્યાયે સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા અવંતિકા સિંઘને આ રજૂઆત વ્યાજબી લાગતા તેઓ તાત્કાલિક આ મંદિરનો રીનોવેશનનો પ્લાન શરૂ કરી મંદિર ડેવલપમેન્ટ કર્યું હતું જેને કારણે સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

પાંડવવંશ સાથે કથા: ભીમના વંશજ તેજસ્વી પુત્ર બળિયાદેવ કહેવાયા. જે જનમ્યો ત્યારે વાંકુડિયા વાળ હોવાથી તેનું નામ બર્બરીક રાખ્યું હતું. કે અગાઉ સૂર્ય વર્ષા નામનો યક્ષ હતો પરંતુ બ્રહ્માએ પૃથ્વી ઉપર જન્મ લેવાનો તેને શ્રાપ આપ્યો હતો. ત્યારે તેણે દીન દુખિયાની સેવા કરું તેવું વરદાન માગ્યું હતું.

બાર્બરીક તરીકે જન્મ્યા બાદ કિશોર વયમાં તે અસ્ત્ર શસ્ત્રમાં કાબેલ બની ગયો. સેવાઓ જોઈ ઋષિઓએ સુહમદ નામ પાડ્યું. શ્રી કૃષ્ણએ બાર્બરીક પાંડવોના વંશજ હોવાથી નવદુર્ગાની આરાધના કરવા કહ્યું. બાર્બરિકે કઠોર તપ આદરી નવદુર્ગાને પ્રસન્ન કર્યા વરદાનમાં મસ્તક અમર રહે અને શીતળાની શક્તિ આપી.
આ પણ વાંચો: