તાપી: તાપી જિલ્લાના નિઝર તાલુકામાં માનવતાને શર્મશાર કરતો કિસ્સો પ્રકાશ આવ્યો છે. જેમાં એક 60 વર્ષીય વૃદ્ધ નરાધમે 7 વર્ષની બાળાને પેપ્સી આપવાની લાલચ આપી દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે. બનાવની ગંભીરતા સમજી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી વૃદ્ધની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
દુકાનમાં વસ્તુ લેવા ગઈ હતી બાળકી
તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલદા ગામે 7 વર્ષની બાળા ગામમાં આવેલી દુકાનમાં કોઈક ચીજવસ્તુ લેવા ગઈ હતી. જ્યાં દુકાન ચલાવતા 60 વર્ષીય હવસખોર વૃદ્ધે ઉંમરની લાજ રાખ્યા વિના બાળાને પીંખી નાખતા ચકચાર મચી છે. જેમાં 60 વર્ષીય વૃદ્ધે બાળાને પેપ્સી આપવાની લાલચ આપી તેના ઘરના માળ પર લઈ જઈ જબરજસ્તી દુષ્કર્મ આચર્યું હતું. બનાવને લઈ બાળા રડતી રડતી ઘરે જઈ માતાપિતાને ગંદુ કામ કર્યા વિશે વાત કરતા પરિવારના સભ્યો દ્વારા નિઝર પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી પોલીસના સકંજામાં
તાપી પોલીસ દ્વારા 60 વર્ષીય નરાધમ વૃદ્ધને ગણતરીના કલાકોમાં પકડી લઇ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. તાપી પોલીસે BNS-2023ની કલમ-64(2)(આઇ) તથા પોકસો એકટ 2012ની કલમ-3(એ), 4, 5(કે)(એમ), 6 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જિલ્લામાં આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે. કારણ કે દુકાન ચલાવતા 60 વર્ષીય નરાધમ વૃદ્ધ દ્વારા આ કૃત્ય કરતા જિલ્લામાં લોકો પોતાના માસૂમ બાળકોને લઈને ચિંતિત છે. ત્યારે લોકો પણ માંગ કરી રહ્યા છે કે આવા કૃત્ય કરતા લોકોને પોલીસ દ્વારા કડકમાં કડક પગલાં લઈને સજા આપવામાં આવે.

તાપી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, એક બળાત્કાર અને પોક્સો એક્ટ મુજબની ગુનો નોંધવામાં આવેલો છે. જેની વિગત જોઈએ તો સાત વર્ષની બાળા દુકાનમાં પેપ્સિકોલા લેવા માટે ગઈ અને દુકાનદારે જબરજસ્તી દુષ્કર્મ કર્યું. આ આરોપીની નિઝર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે.
આ પણ વાંચો: