સુરત : ડાયમંડ સિટી સુરતના વેસુ વિસ્તારમાં આવેલા લક્ઝુરિયસ હેપ્પી એક્સલેન્સિયા બિલ્ડિંગમાં આજે સવારે 7.15 વાગ્યે મોટી આગ દુર્ઘટના સર્જાઈ હતી. બિલ્ડિંગના આઠમા માળે સ્ટીમ બાથ ઉપકરણમાં શોર્ટ સર્કિટથી બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ બાદ આગ લાગી હતી, તેને ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
હેપ્પી એક્સલેન્સિયામાં આગ ભભૂકી : વેસુ વિસ્તારમાં સ્થિત લક્ઝુરિયસ હેપ્પી એક્સલેન્સિયા બિલ્ડિંગમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની. બિલ્ડિંગના આઠમા માળે ઉપકરણમાં શોર્ટ સર્કિટથી બ્લાસ્ટ થયો, જે બાદ આગ લાગી હતી. ધીરે ધીરે આગ નવમા માળે પહોંચી ગઈ હતી, જ્યાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું. ત્યાં રાખવામાં આવેલ લાકડાં, POP, પ્લાયવુડ અને ફાઇબર સામગ્રીને કારણે આગે ભયાનક રૂપ લીધું હતું.
5 ફાયર સ્ટેશનની ટીમો મચી પડી : ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આઠમા અને નવમા માળ બાદ આગ ત્યાંથી 10 મા અને 11 મા માળ સુધી પ્રસરી ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતા જ ઘટના અંગે ફાયરબ્રિગેડને માહિતી આપવામાં આવી હતી. જે બાદ 5 ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
18 લોકોનું સફળ રેસ્ક્યુ : બચાવ કામગીરી દરમિયાન એક ફાયર જવાનનો હાથ દાઝ્યો હતો. ફાયર બ્રિગેડે 18 લોકોનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. આગ પૂર્ણપણે બુઝાઈ છે કે નહીં તે ચકાસવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. હાલમાં ફાયર વિભાગની ટીમો કૂલિંગની પ્રક્રિયા કરી રહી છે.
#WATCH | Surat, Gujarat | A fire broke out in a building in Surat's Vesu area. There is no report of any casualty. Fire tenders are trying to control the fire. Gujarat Home Minister Harsh Sanghavi is present at the spot. pic.twitter.com/ClXDHTwtcY
— ANI (@ANI) April 11, 2025
ગૃહમંત્રી હર્ષ સંઘવી રેસ્ક્યુમાં જોડાયા...
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવાસસ્થાન આ બિલ્ડીંગની સામે હોવાથી તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. દુર્ઘટના મામલે માહિતી આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વહેલી સવારે માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. હું સમગ્ર ઘટના પર નિરીક્ષણ કરી રહ્યો છું. અદ્યતન મશીનરી અને ક્રેનના માધ્યમથી આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે.
#WATCH | Surat | Gujarat Home Minister Harsh Sanghavi says, " the fire brigade team has done a great job and rescued many people. around 150 fire brigade personnel are engaged in controlling the fire here." https://t.co/Os12JLMwtF pic.twitter.com/BXi2gb77xa
— ANI (@ANI) April 11, 2025
"મારો રહેણાક વિસ્તાર હોવાથી હું પણ રેસ્કયુ કામગીરીમાં જોડાયો હતો. શ્વાસ લેવો મુશ્કેલ હતો તેવી વિષમ પરિસ્થિતિમાં ફાયર જવાનોએ કામગીરી કરી હતી. હું મારા વિસ્તારના તમામ લોકો વતી ફાયર વિભાગનો આભાર માનું છું."
હેપ્પી એક્સલેન્સિયાનું લક્ઝુરિયસ કેમ્પસ : હેપ્પી એક્સલેન્સિયા કેમ્પસમાં કુલ 6 બિલ્ડિંગ છે. દરેક ફ્લોર પર બે ફ્લેટ આવેલા છે. એક બિલ્ડિંગમાં 5 BHK થી 7 BHK સુધીના ફ્લેટ છે. આગ U-1 બિલ્ડીંગમાં લાગી હતી. નોંધપાત્ર બાબત એ છે કે બિલ્ડિંગના ઘણા રહેવાસીઓને આઠમા માળે કોણ રહે છે તેની જાણકારી નહોતી.