ETV Bharat / state

સુરત પોલીસને મોટી સફળતા: ₹200 કરોડના સાઇબર ફ્રોડની 'મિલન દરજી ગેંગ'ના બે સભ્યો ઝડપાયા

ગુજસીટોક જેવા ગંભીર ગુના હેઠળ છેલ્લા નવ મહિનાથી નાસતા ફરતા આ બંને આરોપીઓને કતારગામના પોશ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા છે.

સુરત પોલીસને મોટી સફળતા: ₹200 કરોડના સાઇબર ફ્રોડની 'મિલન દરજી ગેંગ'ના બે સભ્યો ઝડપાયા
સુરત પોલીસને મોટી સફળતા: ₹200 કરોડના સાઇબર ફ્રોડની 'મિલન દરજી ગેંગ'ના બે સભ્યો ઝડપાયા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 11, 2025 at 4:55 PM IST

2 Min Read
Choose ETV Bharat

સુરત: સુરત શહેરની પોલીસને આંતરરાષ્ટ્રીય સ્તરના એક સંગઠિત સાઇબર ક્રાઇમ નેટવર્કને તોડવામાં મોટી સફળતા મળી છે. ચોકબજાર પોલીસ અને ઝોન-3 લોકલ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે દુબઈથી સંચાલિત થતી અને દેશભરમાં ₹200 કરોડના સાઇબર ફ્રોડને અંજામ આપનારી કુખ્યાત 'મિલન દરજી ગેંગ'ના બે મહત્ત્વના સભ્યોને ઝડપી પાડ્યા છે. ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) જેવા ગંભીર ગુના હેઠળ છેલ્લા નવ મહિનાથી નાસતા ફરતા આ બંને આરોપીઓને કતારગામના પોશ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા છે.

લોન કન્સલ્ટન્સીની આડમાં બેંક એકાઉન્ટ કીટ સપ્લાયનું નેટવર્ક

ઝડપાયેલા આરોપીઓ નિખિલ દિનેશભાઈ મકવાણા (ઉ.વ. 26) અને તેનો ભાઈ પ્રતીક દિનેશભાઈ મકવાણા (ઉ.વ. 20) છે, જેઓ લોન કન્સલ્ટન્સીના ધંધાની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, નિખિલ મકવાણા ગેંગના મુખ્ય લીડર મિલન ઉર્ફે કાનો વાઘેલા સાથે સીધો સંપર્કમાં હતો. નિખિલની મુખ્ય ભૂમિકા 'એકાઉન્ટ કીટ' સપ્લાય કરવાની હતી, જે ગેંગ માટે નાણાકીય જીવાદોરી સમાન હતી. તે નિર્દોષ અને જરૂરિયાતમંદ લોકોને સસ્તામાં લોન અપાવવાની લાલચ આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતો હતો. ત્યારબાદ બેંકમાંથી મળતી ચેકબુક, ATM કાર્ડ અને ઓનલાઈન એક્સેસની કીટ (એકાઉન્ટ કીટ) તે એકાઉન્ટ ધારક પાસેથી ભેગી કરી લેતો હતો. આ કીટો તે મુખ્ય સૂત્રધાર મિલન અને તેના સાગરીતો જેવા કે અજય ઇટાલિયા, જલ્પેશ નડિયાદરા, અને વિશાલ ઠુમ્મરને ઊંચા કમિશન પર વેચી દેતો હતો. આ ડમી એકાઉન્ટ્સનો ઉપયોગ સાઇબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાંને સરળતાથી ટ્રાન્સફર કરવા માટે થતો હતો. નિખિલ મકવાણા ગોધરા સાઇબર ક્રાઇમ કેસમાં પણ વોન્ટેડ હતો.

કતારગામમાંથી ગુનાહિત ઓફિસ ઝડપાઈ: પૈસા ગણવાનું મશીન જપ્ત

પોલીસે કતારગામના ઉદયનગર વિસ્તારમાં આવેલા સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 501માં દરોડો પાડીને આરોપીઓની ધરપકડ કરી હતી. આ ફ્લેટ માત્ર રહેઠાણનું નહીં, પણ ગુનાહિત પ્રવૃત્તિઓનું કેન્દ્ર હોવાનું સામે આવ્યું છે. દરોડા દરમિયાન પોલીસે જે મુદ્દામાલ જપ્ત કર્યો છે, તે આ ગુનાહિત સંગઠનની વ્યાપકતા દર્શાવે છે.

જપ્ત કરાયેલા મહત્ત્વના પુરાવાઓમાં રૂપિયા ગણવાનું મશીન પણ સામેલ છે, જે સાબિત કરે છે કે આરોપીઓ માત્ર કમિશનના ખેલાડીઓ નહીં, પણ લાખો-કરોડો રૂપિયાના ગેરકાયદે રોકડ વ્યવહારોમાં સીધા સંડોવાયેલા હતા.

જપ્ત થયેલા અન્ય મુદ્દામાલમાં નીચે મુજબનો સમાવેશ થાય છે:

  • Paytm PoS મશીન
  • લેપટોપ, Wi-Fi રાઉટર, IP કેમેરો
  • SBI ચેકબુક
  • વિવિધ બેંકના સ્ટેમ્પ્સ

સુરત સાઇબર ક્રાઇમે ગુજસીટોક સહિત ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ આ બંને આરોપીઓની ધરપકડ કરી છે. તેમની સઘન પૂછપરછમાં હવે ગેંગના લીડર અને ગુજરાતભરમાં ફેલાયેલા આ સાઇબર ક્રાઇમ નેટવર્કના અન્ય સભ્યો વિશે મહત્ત્વપૂર્ણ માહિતી મળવાની શક્યતા છે.

આ પણ વાંચો: