ETV Bharat / state

MLA કાનાણીના નામે કાળા કામ ! નકલી સ્ટેમ્પથી અસલી આધારકાર્ડ બનાવતો ભેજાબાજ ઝડપાયો - SURAT CRIME

સુરત પોલીસે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જનસેવા કેન્દ્ર ચલાવતો આરોપી નકલી સ્ટેમ્પ અને મંજૂરીના આધારે અસલી આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવતો હતો.

નકલી સ્ટેમ્પથી અસલી આધારકાર્ડ બનાવતો આરોપી
નકલી સ્ટેમ્પથી અસલી આધારકાર્ડ બનાવતો આરોપી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 3, 2025 at 1:48 PM IST

Updated : April 3, 2025 at 1:55 PM IST

2 Min Read

સુરત : કાપોદ્રા પોલીસે બનાવટી આધારકાર્ડ અને પાનકાર્ડના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આરોપી વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના બનાવટી સિક્કા અને ડિજિટલ સહીથી કાપોદ્રામાં ઓફિસ ચલાવતો હતો. આ મામલે ઓરિસ્સાવાસી યુવકે માત્ર 200 રૂપિયા ફી વસૂલી આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવી આપ્યા હતા.

સુરતમાં બનાવટી દસ્તાવેજોનું રેકેટ : પોલીસ વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર ઓરિસ્સાના ગંજામ જિલ્લાના જાડાપાઈ ગામનો વતની અને હાલ કોસાડ આવાસમાં રહેતો 26 વર્ષીય દીપક કવિરાજ પટનાયક સૌરાષ્ટ્ર સર્કલ પાસે શનિદેવ મહારાજ મંદિરની બાજુમાં જનસેવા કેન્દ્રની ઓફિસ ચલાવે છે. અહીં ઓછા પુરાવો ધરાવતી વ્યક્તિઓ પાસેથી વધુ નાણાં લઇ આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવી આપવામાં આવે છે.

નકલી સ્ટેમ્પથી અસલી આધારકાર્ડ બનાવતો ભેજાબાજ ઝડપાયો (ETV Bharat Gujarat)

MLA કાનાણીનો સ્ટેમ્પ ! આ પાનકાર્ડ અને આધારકાર્ડ બનાવવા માટે વરાછાના ધારાસભ્યના બોગસ સિક્કા અને ડિજિટલ સહી કરવામાં આવતી હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે PI એમ. બી. ઔસુરાની આગેવાનીમાં રેડ કરવામાં આવી હતી. ઓફિસમાં સર્ચ કરવામાં આવતાં અહીંથી વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો મેમ્બર લેજિસ્લેટિવ એસેમ્બલી સુરત લખેલો રાઉન્ડ સિક્કો મળી આવ્યો હતો.

નકલી પદ્ધતિનું અસલી આધારકાર્ડ : સ્થળ પરથી અંગ્રેજીમાં કે. એસ. કાનાણી લખેલી ડિજિટલ સહીવાળો સિક્કો પણ મળી આવ્યો હતો. તે ઉપરાંત ગવર્નમેન્ટના પાનકાર્ડ અને આધાર કાર્ડના ફોર્મ, કોમ્પ્યુટર સહિતની સામગ્રી મળી આવી હતી. જેઓ અપૂરતા પુરાવા ધરાવતા હોય તેમની પાસેથી 200 રૂપિયા વસૂલી ધારાસભ્યના નકલી સિક્કા અને ડિજિટલ સહીવાળો ફોર્મ તે ગવર્નમેન્ટની વેબસાઇટ પર સબમિટ કરી અસલી કાર્ડ કઢાવી આપતો હતો.

MLA કાનાણીનો નકલી સ્ટેમ્પ
MLA કાનાણીનો નકલી સ્ટેમ્પ (ETV Bharat Gujarat)

આરોપીની મોડસ ઓપરેન્ડી...

દીપક પટનાયક મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો વતની છે. તે વર્ષોથી સુરતમાં રહે છે છે અને IGNOU યુનિવર્સીટીમાંથી MBA નો અભ્યાસ કરે છે. જેમને આધાર કે પેનકાર્ડમાં સુધારો કરવો હોય તેમને તે 80 રૂપિયાની નજીવી ફી લઇને પ્રોસિજર કરી આપતો હતો. બહારગામથી આવતી વ્યક્તિઓએ ઓછા પુરાવા હોય તે સંજોગોમાં સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટર અથવા સાંસદની સહી સાથેની ઓળખનો પુરાવો લાવવાનો હોય છે.

આ પુરાવો ગ્રાહકોને લાવવામાં વિલંબ થતો હોય છે. કેટલાક સંજોગોમાં હોદ્દેદારો આવો દાખલો આપતા પણ નથી હોતા. પોતાની આવક વધારવા દીપકે આ તુક્કો અમલમાં મૂક્યો હતો. ધારાસભ્યના આધારકાર્ડની ઝેરોક્ષથી લઇ તેમની ડિજિટલ સહી અને સિક્કાના નમૂના મેળવી ઓરિસ્સાના સંબલપુર ગયો અને ત્યાંથી આ સિક્કા બનાવી લાવ્યો હતો.

સુરતમાં બનાવટી દસ્તાવેજોનું રેકેટ
સુરતમાં બનાવટી દસ્તાવેજોનું રેકેટ (ETV Bharat Gujarat)

પણ એક ભૂલ કરી ગયો...

ધારાસભ્ય કુમાર કાનાણીના રાઉન્ડ સિક્કા અને તેમની ડિજિટલ સહી તો તેણે ડુપ્લિકેટ બનાવી દીધી હતી, પરંતુ આ સિક્કામાં એક ભૂલ રહી હતી. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના મેમ્બર લેજિસ્લેટિવ એસેમ્બલીની આગળ ગુજરાત લખવાનું હોય છે. જોકે બનાવટી સિક્કામાં ગુજરાતને બદલે સુરત લખી દેવાયું હતું. આ ભૂલ પોલીસના ધ્યાને આવતાં ભોપાળું બહાર આવ્યું હતું.

કેટલા લોકોએ બનાવ્યા આધારકાર્ડ ? સાડા ત્રણ મહિનાથી ઓફિસ ખોલી આ પ્રેક્ટિસ ચાલતી હતી. આ દરમિયાન કેટલી વ્યક્તિઓને બોગસ પુરાવાના આધારે કાર્ડ કઢાવી આપવામાં આવ્યા છે, તેને લઇ પોલીસે રિમાન્ડ લઇ તપાસ હાથ ધરી છે. બાંગ્લાદેશી વ્યક્તિઓને પણ આવા કોઈ પુરાવા કાઢી આપ્યા છે કે કેમ તે જાણવા પોલીસે તેનું કોમ્પ્યુટર FSLમાં મોકલાવ્યું છે. કામગીરી ASI પંકજ સુરેશચંદ્રએ કરી હતી.

Last Updated : April 3, 2025 at 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.