સુરત: થોડા દિવસ અગાઉ પલસાણા તાલુકાના ગંગાધરા ગામ ખાતે સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ગ્રામ પંચાયતનાં સભ્યની હત્યા કરી દેવામાં આવી હતી. જેના પ્રયાઘાત આખા ગામમાં પડ્યા હતા. આ બાદ અસામાજિક તત્વો અને દબાણખોરો સામે મહિલા સરપંચે મુહિમ શરૂ કરી હતી. મહિલા સરપંચે પોતાની પણ હત્યા થઈ શકે એમ કહ્યું હતું જોકે તેમ છતાં તેઓ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવા પહોંચ્યા હતા.
ગામના મોભી ઘાતકી હત્યા
પલસાણાનાં ગંગાધરા ગામ ખાતે રાહુલ મારું નામના યુવાનને ગ્રામ પંચાયતનાં સભ્યએ ટ્રેક્ટર ધીમું હાંકવા કહેતા રાહુલ મારું અન્ય દસ બાર લોકોને હાથમા લાકડા, પેચીયા, પાના લઇ આવી ગ્રામ પંચાયતનાં સભ્ય હસમુખ ભાઈ સહીત તેમના પરિવાર પર તૂટી પડ્યા હતા. જેમાં ગંભીર ઇજા થતા હસમુખભાઈ કરુણા મોત નીપજ્યું હતું. જોકે આખી આ ઘટનામાં આરોપી ટોળાં સામે ગ્રામજનો ફિટકાર વરસાવી રહ્યા હતા.

પોલીસે આરોપી સામે ગુનો નોંધી સાતથી વધુ લોકોની અટકાયત કરી હતી. પરંતુ જે રીતે અસામાજિક તત્વો એ ગામને માથે લેતા મહિલા સરપંચ રણચંડી બની હતી અને આરોપીઓ દ્વારા જાહેર રસ્તા અને ગટરો પર ઢોરોના તબેલા અને ગટરો પર ઉકેડા બનાવી દેતા મહિલા સરપંચ સ્થળ પર પહોંચી વિડીયો બનાવી કાર્યવાહી શરૂ કરી હતી. અને આજે પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓ દ્વારા કરવામાં આવેલા દબાણો હટાવવા મહિલા સરપંચ પોલીસ કાફલો અને જે. સી. બી લઈને પહોંચ્યા હતા.

મહિલા સરપંચ દબાણ હટાવવા પહોંચ્યા
મહિલા સરપંચ ગામમાં બનેલી ઘટનાથી એટલા દુઃખી જોવા મળ્યા હતા અને ગામમાં અસામાજિક તત્વો અને લુખ્ખા તત્વો માટે કોઈ જગ્યા નથી અને પંચાયતની સરકારી જગ્યા પર દબાણ કર્યા એ હટાવવાની ચીમકી આપ્યા બાદ આજે દબાણ હટાવવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, 'આ તત્વો સભ્યની હત્યા કરી શકતા હોય તો અમારી પણ હત્યા કરે પણ અમે ડરવાના નથી અને અસામાજિક તત્વો સામે કાયદેસર લડી લઈશું અને ગામમાં જાહેર રસ્તા પર તબેલા અને ગટરો પર ઉકેડા અમે ચલાવવી લેવાના નથી. તમામ દબાણો દૂર કરવામાં આવશે અને આજે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવયા હતા.'

આ પણ વાંચો: