સુરત: પીપોદરા ગામે 25 વર્ષીય રાજસ્થાની યુવકે નજીકમાં રહેતી ૬ વર્ષીય માસુમ બાળાને રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. બાળકીને છ દિવસ બાદ ગુપ્ત ભાગે પીડા થતાં તેના માતા-પિતા સુરતની સ્મિમેર હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં ડોક્ટરે ચેકઅપ કરતા બળાત્કાર થયાનું બહાર આવ્યું હતું. માતા-પિતાએ માસુમ પુત્રીએ હકીકત જણાવી હતી. બાળકીના માતા પિતાએ ઠપકો આપતા નરાધમ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યું હતું. પોલીસે ટેસ્ટ કરવાનું કહેતા તે ભાગી ગયો હતો. કોસંબા પોલીસે રાજસ્થાન ભાગે તે પહેલા જ તેના રૂમમાંથી દબોચી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર કોસંબા પોલીસની હદમાં આવેલા મુળ રાજસ્થાન રાજ્યનો એક શ્રમજીવી પરિવાર પીપોદરાની કંપનીમાં કાંડી ભરવાનું કામ કરે છે. તેઓ કંપનીના રૂમમાં રહે છે. નજીકમાં જ હમવતની વિક્રમ હનુમાન ઠાકુર (ઉ.વ.૨૫ રહે. બછરાર ગામ જિ. ચુરૂ, રાજસ્થાન) કામ કરે છે. ગત તા. 1 એપ્રિલે શ્રમિક પરિવાર 6 વર્ષની બાળકી રૂમમાં એકલી હતી. તેના માતા-પિતા નીચે કંપનીમાં કાંડી ભરવાનું કામ કરી રહ્યા હતા. ત્યાં હવસખોર વિક્રમ ઠાકુર ૬ વર્ષીય માસુમ બાળાને લલચાવી ફોસલાવી બળાત્કાર ગુજાર્યો હતો. બાળકીને છ દિવસ બાદ ગુપ્ત ભાગે દુખાવો ઉપડતા તેના માતા-પિતા સીધા તેને સુરત સ્મિમેર હોસ્પિટલમાં લઈ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ ચેકઅપ કરી દુષ્કર્મ થયું હોવાનું જણાવ્યું હતું. જેથી બાળકીના માતા-પિતાએ પુછપરછ કરતા વિક્રમે કરેતી કરતૂત જણાવી હતી. જેથી બાળકીના માતા-પિતાએ વિક્રમને ઠપકો આપતા તેણે પણ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. પોતે નિર્દોષ હોવાનો ડોળ કરી પોતાનાં ટેસ્ટ કરાવવાની એક્ટીંગ કરી હતી. પરંતુ ડોક્ટરો ટેસ્ટ કરે તે પૂર્વે હોસ્પિટલમાંથી ભાગી છુટયો હતો. બાળકીના નિવેદનના આધારે હવસખોર વિક્રમ હનુમાન ઠાકુરને ઝડપી પાડી બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધ્યો હતો. વિક્રમ રાજસ્થાન ભાગવાની ફિરાકમાં હતો. કોસંબા પોલીસે તેના રૂમ પરથી દબોચી લીધો હતો.
