સુરત: સુરતના કતારગામ વિસ્તારમાં ગજેરા સર્કલ નજીક મેલડી માતાના મંદિર પાસે ફૂટપાથ પર સૂતેલી 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો બનાવ બન્યાના મામલે પોલીસે આ કેસમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ હાથ ધરી છે. આરોપીની ઓળખ માટે GAIT એનાલિસિસ ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ ટેસ્ટમાં બાળકીના વજન જેટલો જ 15 કિલોનો ઢીંગલો આરોપીને ઉંચકવા આપવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જે રસ્તે આરોપી બાળકીને લઈને ગયો હતો, તે જ રસ્તે ઢીંગલો લઈને જવા કહેવામાં આવ્યું. વજનને કારણે આરોપીની ચાલ સીસીટીવી ફૂટેજ સાથે મેચ થઈ.
કતારગામમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી
કતારગામ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી ગજેરા સર્કલ નજીક મેલડી માતાના મંદિર પાસે ફૂટપાથ પર રહેતી એક મહિલાની 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો. ઘટના તા.14ની રાત્રિની છે. 30 વર્ષીય મહિલા તેના 7 વર્ષના દીકરા અને 6 વર્ષની દીકરી સાથે ફૂટપાથ પર સૂતી હતી. રાત્રે 10 વાગ્યે 25 વર્ષીય અજય અશોક વર્મા નામનો શખ્સ માતાના પડખેથી બાળકીનું અપહરણ કરી ગયો. તે બાળકીને માત્ર 100 મીટર દૂર આવેલા પાલિકાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના મેદાનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું.
બાળકીને ગુપ્ત ભાગે 25 ટાંકા આવ્યા હતા
આરોપીની ક્રૂરતાને કારણે બાળકીને ગુપ્ત ભાગે 25 ટાંકા આવ્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી લીધો હતો. આરોપી વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા માટે ગેટ એનાલિસિસ ટેસ્ટ કરવામાં આવ્યો. આ ટેસ્ટમાં બાળકીના વજન જેટલો ઢીંગલો ઉંચકાવીને તેની ચાલ ચકાસવામાં આવી. આરોપીની લંગડાતી ચાલ સીસીટીવી ફૂટેજ સાથે મેળ ખાતી હતી.

બાળકીને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેને માતા સાથે નારીગૃહમાં દાખલ કરવામાં આવી છે. 15 અજાણ્યા વ્યક્તિઓની વચ્ચે યોજાયેલી ઓળખ પરેડમાં બાળકીએ આરોપીને ઓળખી કાઢ્યો હતો. હાલ આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં છે. પોલીસ થોડા દિવસોમાં જ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે.
આરોપી વિરુદ્ધ પુરાવા એકત્ર કરવામાં લાગી પોલીસ
કતારગામ પોલીસ મથકના પીઆઈ એ જણાવ્યું હતું કે, આ કૃત્યને અંજામ આપનાર આરોપી વિરુદ્ધ સજ્જડ પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ પણ નામદાર કોર્ટમાં રજૂ કરી દેવામાં આવશે. આ સાથે જ આ ગુનાના આરોપીના રિમાન્ડ પૂર્ણ થયા બાદ હાલ આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં બંધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાળકીને પણ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને તે નારીગૃહમાં માતા સાથે રહે છે.
આ પણ વાંચો: