ETV Bharat / state

ભાવનગર-હૈદરાબાદ વચ્ચે દોડતી 'સમર સ્પેશ્યલ ટ્રેન'ની મુદત લંબાવાઈ, હવે આ તારીખ સુધી દોડશે ટ્રેન - BHAVNAGAR HYDERABAD TRAIN

ભાવનગર ટર્મિનસથી હૈદરાબાદ સુધી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની સમયમર્યાદામાં રેલવેએ વધારો કર્યો.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 8, 2025 at 7:16 PM IST

1 Min Read

અમદાવાદ: ભારતીય રેલમાં દરરોજ કરોડોની સંખ્યામાં મુસાફરો યાત્રા કરતા હોય છે. રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે નવી ટ્રેનો પણ શરૂ કરવામાં આવતી હોય છે. ત્યારે યાત્રીઓની સુવિધા માટે, રેલવે વહીવટીતંત્ર ભાવનગર ટર્મિનસથી હૈદરાબાદ સુધી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવી રહ્યું છે. આ ટ્રેન કયા-કયા સ્ટેશનો પર ઊભી રહેશે અને તેનો સમય શું રહેશે સહિતની તમામ વિગતો અહીં જાણો.

આ ખાસ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:

ટ્રેન નંબર 07062 ભાવનગર-હૈદરાબાદ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દર રવિવારે સવારે 10.15 વાગ્યે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ઉપડે છે. અને બીજા દિવસે સોમવારે બપોરે 4:45 વાગ્યે હૈદરાબાદ સ્ટેશન પહોંચે છે. આ ટ્રેન 01.06.2025 સુધી દોડવાની હતી, જે હવે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 29.06.2025 સુધી દોડશે.

હૈદરાબાદ-ભાવનગર ટ્રેનની માહિતી

તેવી જ રીતે, ટ્રેન નંબર 07061 હૈદરાબાદ-ભાવનગર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દર શુક્રવારે હૈદરાબાદ સ્ટેશનથી સાંજે 7:00 વાગ્યે ઉપડે છે. અને રવિવારે સવારે 05.55 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચે છે. આ ટ્રેન 30.05.2025 સુધી દોડવાની હતી, જે હવે હૈદરાબાદ સ્ટેશનથી 27.06.2025 સુધી ચાલશે.

ભાવનગર-હૈદરાબાદ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનના સ્ટોપેજ

આ ટ્રેનમાં સેકન્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ છે. આ ટ્રેન સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, સાબરમતી, વડોદરા, સુરત, ઉધના, નંદુરબાર, અમલનેર, ધરણગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા, વાશિમ, હિંગોલી, બસમત, પૂર્ણા જંકશન, નાંદેડ, મુદખેડ જંકશન, બાસર, નિઝામાબાદ, કામારેડ્ડી, મેડચલ અને સિકંદરાબાદ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

ટ્રેન નંબર 07062 માટે ટિકિટ બુકિંગ તાત્કાલિક અસરથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થઈ ગઈ છે. આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો:

  1. પોલીસ કર્મીના આપઘાત બાદ પાલનપુર સિવિલમાં પરિજનોનો આક્રંદ અને આક્રોશ, ભુજ SP અને PI સામે ગંભીર આક્ષેપો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.