ETV Bharat / state

કચ્છમાં SOGએ બોલાવ્યો સપાટો, 2 આરોપીઓની લાખોના કોકેઈન-અફીણ સાથે અટકાયત - SOG NABS 2 ACCUSED WITH COCAINE

કચ્છ જિલ્લાના ભુજમાંથી SOGએ 41 લાખના કોકેઈન સાથે 2 આરોપીઓની ધરપકડ કરીને વધુંની કાર્યવાહી હાથ ધરી છે.

પશ્ચિમ કચ્છ SOG એ બે આરોપીને 41 લાખના કોકેઇન સાથે ઝડપી પાડ્યા
પશ્ચિમ કચ્છ SOG એ બે આરોપીને 41 લાખના કોકેઇન સાથે ઝડપી પાડ્યા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 31, 2025 at 4:44 PM IST

2 Min Read

કચ્છ: જિલ્લાના ભુજમાંથી SOGએ 41 લાખના કોકેઈન સાથે 2 યુવકોની ધરપકડ કરી છે. ભુજ તાલુકાના કોડકી નજીક ઓક્સવુડમાં રહેતા મયૂર રસિકલાલ સોની અને પંજાબના ગુરદેવસિંઘની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે બન્ને આરોપીઓ પાસેથી 41 ગ્રામ કોકેઇનની સાથે સાથે 2 ગ્રામ અફીણ પણ મળી આવતા પોલીસે કબજે કર્યો છે. પોલીસે કાર, રોકડ, મોબાઈલ સહિત 46.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

2 આરોપી કોકેઇન સાથે ઝડપાયા: પશ્ચિમ કચ્છ SOGનાં પોલીસ ઇન્સ્પેકટર કે. એમ. ગઢવીએ માહિતી અપાતા જણાવ્યું હતું કે, માનકુવા વિસ્તારમાં આવેલ ઓક્સવુડ સોસાયટી, કોડકી રોડ ભુજમાં આરોપીની કારમાંથી 41 ગ્રામ માદક પદાર્થ કોકેઇન તથા 2 ગ્રામ અફીણનાં જથ્થો ઝડપી લીધો હતો. પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 2 આરોપીને પકડી પાડીને NDPSનો ગણનાપાત્ર કેસ શોધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

પશ્ચિમ કચ્છ SOG એ બે આરોપીને 41 લાખના કોકેઇન સાથે ઝડપી પાડ્યા
પશ્ચિમ કચ્છ SOG એ બે આરોપીને 41 લાખના કોકેઇન સાથે ઝડપી પાડ્યા (Etv Bharat Gujarat)

માદક પદાર્થ સંબંધિત પ્રવૃતિને રોકવા કામગીરી: ગુજરાત ATSના અધિક પોલીસ મહાનિર્દેશકનાં માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોનાં સેવનની પ્રવૃતિને જડમૂળથી દૂર કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે રોકવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનો કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત સરહદી રેન્જ કચ્છ આઇજી ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં નાર્કોટિક્સની, ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

આરોપીઓ પાસેથી માદક પદાર્થ મળ્યું: પશ્ચિમ કચ્છ જિલ્લામાં નાર્કોટિક્સની બદી સદંતર જડમૂળથી દૂર કરવા SOGનાં પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.ગઢવીએ પોતાના સ્ટાફના કર્મચારીઓને કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે મુજબ SOGનાં ASI નરેન્દ્રસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્સ રઘુવીરસિંહ જાડેજાને સંયુકત રીતે ખાનગી બાતમી મળી હતી. જે મુજબ જરૂરી વર્કઆઉટ કરી માનકુવા વિસ્તારમાં આવેલ ઓક્સવુડ સોસાયટી, કોડકી રોડ ભુજમાં આરોપીના કબ્જાની કારમાંથી 41 ગ્રામ માદક પદાર્થ કોકેઇન તથા 2 ગ્રામ અફીણ મળી આવ્યું હતું. SOGએ આરોપીઓને ઝડપી લઈને તેમના વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ દ્વારા કબજે કરાયેલ મુદ્દામાલ: પશ્ચિમ કચ્છ SOGએ બન્ને આરોપીઓ પાસેથી, 41 ગ્રામ માદક પદાર્થ કોકેઇન કિંમત રુ. 41,00,000, 2 ગ્રામ માદક પદાર્થ અફીણ કિંમત રુ. 200, હુન્ડાઈ i20 કાર કિંમત રુ. 5,00,000, 2 મોબાઈલ કિંમત રુ. 10,000, રોકડા રૂ. 9,900 મળીને કુલ રુ. 46,20,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પકડાયેલ આરોપીઓ

  1. 34 વર્ષીય મયુર રસીકલાલ સોની (ભુજ)
  2. 31 વર્ષીય ગુરૂદેવીસિંગ ઉર્ફે મનીન્દર સિંગ સતનામસિંગ કારૂ (મૂળ પંજાબનો રહેવાસી અને હાલ ભુજ)

આ પણ વાંચો:

  1. પુત્રના પ્રેમલગ્નની પિતાને મળી સજા : માંડવીમાં ત્રણ મહિલાઓએ વૃદ્ધને ઢોર માર માર્યો, વૃદ્ધનું મોત
  2. 'ધ બર્નિંગ ક્રેઈન', કંડલા પોર્ટ પર ક્રેઈન મશીન ભડભડ સળગ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.