ભુજ: કચ્છના માધાપરના ઇન્દ્રવિલા સર્કલ પાસે બાઇકથી ઊભેલા આધેડ પર બેરહેમીપૂર્વક ટ્રક ફરી વળતા 56 વર્ષીય આધેડનું મોત થયું હતું. ટ્રક ડ્રાઈવરે બેરહેમીપૂર્વક બાઈક પર સવાર એક આધેડ વ્યક્તિને અડફેટે લઈને આશરે 50 ફૂટ સુધી ઢસડીને કચડી નાખતા તેમનું મોત નીપજ્યું છે.
આ કરૂણ ઘટના ઈન્દ્રવિલા પાસેના સર્કલ ઉપર લાગેલી માસ્ક લાઇટના થાંભલામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ગુનો આચરી ટ્રક મૂકી નાસી જનાર આરોપીડ્રાઈવરને ઝડપી લીધો છે.
ટ્રકે ચાલકની ક્રૂરતા
માધાપરના નવાવાસના 56 વર્ષીય નાનજી વિશ્રામ પિંડોરિયા બાઇક ઊભી રાખીને ઊભા હતા, ત્યારે ટર્ન વાળીને આવી રહેલી ટ્રકે બેરહેમીપૂર્વક તેમને અડફેટે લઈ 50 ફૂટ સુધી ઢસડીને કચડી નાખી મોત નીપજાવ્યાનો કરુણ બનાવ બન્યો હતો. આરોપી ટ્રકચાલક ટ્રક મૂકી ભાગી ગયો હતો.
CCTV કેમેરામાં સમગ્ર ઘટના કેદ
સીસીટીવી ફૂટેજ જોતા માધાપર નવાવાસ ઇન્દ્રવિલા પાસેના સર્કલ પાસે સામેથી આવતી ટ્રક જોઈ નાનજીભાઈએ બાઇક ઊભી રાખી હતી અને ટ્રકથી બચવા નાનજીભાઈએ બાઇક ઉપર જ પગથી પાછળ જવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રકચાલકને સામે જાણે કંઈ દેખાતું જ ન હોય તેમ બેરહેમીપૂર્વક બાઇકને અડફેટે લઇ 50 ફૂટ સુધી ઢસડી લઈ ગયો હતો. તી. આ અકસ્માતના પગલે આસપાસના રાહદારીઓ દોડી આવ્યા હતા.

પોલીસે 26 વર્ષીય ટ્રકચાલકને પકડી પાડ્યો
આ ગંભીર અકસ્માતમાં નાનાજીભાઈને પેટમાં ગંભીર ઇજા અને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચતા નાનજીભાઇનું મોત નીપજ્યું હતું. ટ્રકને બ્રેક મારી ઊભી ન રાખી ખૂન ગણાય તેવા ગુનાહિત મનુષ્યવધનો આ ગુનો આચરી ટ્રક મૂકી નાસી જનાર 26 વર્ષીય આરોપી ટ્રકચાલક ધનજી નાથાભાઇ આહીરને પોલીસે ઝડપી લીધો હતો.

આરોપી વિરુદ્ધ BSNની 105 સહિતની કલમો તળે કેસ
માધાપર પોલીસે આરોપીને ઝડપી પાડી આરોપી ધનજી આહિર સામે ભારતીય ન્યાયસંહિતાની કલમ 105 સહિતની કલમો તળે ગુનો નોંધી કાયદેસરની વધુ તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત પશ્ચિમ કચ્છમાં આવા બનાવો અને ગુનાઓ સામે પણ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાએ જણાવ્યું હતું.