શહેરા: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતના વિપક્ષના નેતા અને કોંગ્રેસ અગ્રણી જશવંતસિંહ સોલંકીને બે વર્ષ માટે તડીપાર કરવાનો હુકમ શહેરા પ્રાંત ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યો છે. જે. બી.સોલંકી સામે 2023 થી 2025 સુધી પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધાયા હતા. જેને લઈને પોલીસ દ્વારા અંગેની દરખાસ્ત કરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયત સભ્ય અને વિપક્ષના નેતા જશવંતસિંહ બળવંતસિંહ સોલંકી ઉર્ફ જે. બી. સોલંકીને પંચમહાલ અને મહિસાગર જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ કરતા શહેરાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં જે.બી. સોલંકી દ્વારા મારામારી છેતરપિંડી સહિતના ગુનાઓ કરવામાં આવ્યા હોવાનો દરખાસ્તમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વધુમાં દરખાસ્તમાં જણાવવામાં આવ્યું હતું કે જે.બી. સોલંકી પોતે માથા ભારે ઈસમ તરીકેની છાપ ધરાવે છે. નાગરિકો તેમના ડરના કારણે ફરિયાદ કરતા પણ અચકાય છે. તકરાર કરવાની ટેવને કારણે સુલેહ અને શાંતિનો ભંગ થાય છે.
પોલીસ દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને લઈને શહેરા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પ્રાંત અધિકારી દ્વારા બે વર્ષ માટે તડીપાર નો હુકમ કરવામાં આવ્યો હતો. જે બાદ હવે જશવંતસિંહ સોલંકીને 2 વર્ષ માટે પંચમહાલ અને મહીસાગર જિલ્લામાંથી બે વર્ષ માટે તડીપાર કરાયા છે.
આ પણ વાંચો: