ETV Bharat / state

સંસદમાં શક્તિસિંહ ગોહિલે અરિહા શાહનો ઉઠાવ્યો મુદ્દો, કોણ છે અરિહા શાહ? જાણો - Shaktisinh Gohil in Parliament

ગુજરાત કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહે સંસદમાં જર્મનીમાં ફસાયેલી ગુજરાતી દીકરી અરિહાનો મામલો ઉઠાવ્યો હતો. તેમણે બાળકીને વહેલી તકે ભારત લાવવા માટે અપીલ કરી હતી. જાણો વિગતે અહેવાલ...,SHAKTISINH GOHIL RAISED THE ISSUE OF ARIHA SHAH IN PARLIAMENT

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 7, 2024, 7:49 PM IST

કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ (Etv Bharat Gujarat)

હૈદરાબાદ: ગુજરાત કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે સંસદમાં જર્મનીમાં ફસાયેલી ગુજરાતી દીકરી અરિહા શાહનો મામલો ઉઠાવ્યો હતો. તેમણે બાળકીને વહેલી તકે ભારત લાવવા માટે અપીલ કરી હતી.આ તરફ શિવસેનાના નેતા નરેશ ગણપત મ્હસ્કેએ પણ જર્મનીની કસ્ટડીમાં રહેલી બાળકી અરિહાને ભારત લાવવા કેન્દ્ર સરકારને જણાવ્યું હતું.

શક્તિસિંહ ગોહિલે સરકાર પર નિશાન સાંધ્યું: શક્તિસિંહ ગોહિલે સંસદમાં કહ્યું હતું કે 3 વર્ષથી બાળકી જર્મની સરકારની કસ્ટડીમાં છે, તેને છોડાવીને ભારત પરત લાવવામાં આવે. શક્તિસિંહે આ મામલે મોદી સરકાર પર નિશાન સાધતાં આકરા પ્રહાર પણ કર્યા હતા અને સરકારની ઈચ્છાશક્તિ પર સવાલ પણ ઉઠાવ્યા હતા.

વધુમાં તેમણે જણાવ્યું કે યુએન કન્વેનશનમાં આ નક્કી થયું છે કે કોઈ પણ બાળકને તેના કલ્ચરનો અધિકાર છે. અરિહા તેના રીતિ-રિવાજોથી પણ દૂર જઈ રહી છે. તે જૈન સમાજના છે અને નોન-વેજ નથી ખાતા વેલ્ફેર કેરમાં તેને નોન-વેજ ખવડાવામાં આવી રહ્યું છે.

શું છે આ સમગ્ર મામલો?: અરિહાના પિતા ભાવેશ શાહ વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે અને તેમની પત્ની ધારા સાથે જર્મનીમાં રહે છે. જ્યારે અરિહા નવ મહિનાની હતી ત્યારે તેની માતા તેને નહાવા લઈ જતી હતી ત્યારે તેની માતા વડે તે પાણીના ટબમાં પડી ગઈ હતી. અને ઈજાગ્રસ્ત થઈ જતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલના ડોક્ટરોએ આરોપ લગાવ્યો હતો કે બાળકીનું યૌન શોષણ થયું હતું અને ત્યારબાદ જર્મન સત્તાવાળાઓએ યુવતીને પોતાની કસ્ટડીમાં લઈ લીધી હતી. ત્યારથી અરિહા જર્મન સરકારની કસ્ટડીમાં છે અને તેના માતા-પિતા તેની કસ્ટડી પાછી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  1. ફોરેસ્ટ ગાર્ડની ભરતી મુદ્દે શક્તિસિંહ ગોહિલના આકરા પ્રહારો, ટ્વિટ કરી શું કહ્યું જાણો... - forest guard result scam
  2. સરકારે સ્વીકાર્યું...એકપણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ પરથી જતી નથી: શક્તિસિંહ ગોહિલ - Shaktisinh Gohils questions

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.