અમદાવાદ: હજ યાત્રીઓની ફ્લાઈટ આવતા મહિનાથી શરૂ થવાની છે. ગુજરાતમાં હજયાત્રીઓની ફ્લાઈટ શરૂ થાય એના પહેલા સાઉદી અરબ સરકારે દેશભરના 12 વર્ષથી ઓછા વયના બાળકોના 291 ફોર્મ રદ કર્યા છે. હજની ઈચ્છા ધરાવતા 12 વર્ષેથી ઓછી ઉંમરના બાળકો આ વર્ષે સાઉદી અરબમાં હજ કરવા નહીં જઈ શકે. આ લિસ્ટમાં ગુજરાતના 51 બાળકોનો સમાવેશ થાય છે.
સાઉદી અરબે બાળકોના ફોર્મ રિજેક્ટ કર્યા
આ મુદ્દે ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન ઈકબાલ સૈયદે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હજ કમિટી ઓફ ઇન્ડિયાએ એક સર્ક્યુલર જાહેર કરીને જાણ કરી છે કે હજી સુધી અરબ સરકાર 12 વર્ષથી ઓછી વયના બાળકોના વિઝા ઈશ્યુ કર્યા નથી. સાઉદી અરબની સરકાર તરફથી રોક લગાવવાના કારણે દેશના વિભિન્ન રાજ્યોના 12 વર્ષથી ઓછી વયના 291 બાળકો હજ પર નહીં જઈ શકે. ગુજરાતના 51 બાળકો જેની ઉંમર 12 વર્ષથી ઓછી છે એનું ફોર્મ કેન્સલ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાંથી કેટલા બાળકોના ફોર્મ રિજેક્ટ?
તેમણે જણાવ્યું હતું કે, હજ કમિટી ઓફ ઇન્ડિયા અને 13 એપ્રિલ 2025 ના રોજ 12 વર્ષે થી ઓછા ઉંમરના બાળકોની અરજીઓ રદ કરવા બાબતે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું. તે મુજબ સાઉદી અરેબિયા દ્વારા આ વર્ષે એટલે કે 2025 માટે 12 વર્ષેથી ઓછી ઉંમરના બાળકોને તેમના માતા-પિતા સાથે હજ પર આવવાની પરવાનગી આપવામાં આવી નથી. અને તેમના માટે વિઝા જારી કરવામાં આવશે નહીં. આ નિર્ણયના અનુસંધાને 12 વર્ષથી નીચેના બાળકોની અરજીઓ રદ કરવામાં આવી છે.

હજ માટે 2 મેથી ફ્લાઈટ શરૂ
તેમણે વધુ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના હજયાત્રીઓ માટે હજની ફ્લાઈટનું શિડયુલ આવી ગયું છે. 2 મે 2025થી 30 મે 2025 સુધી હજી યાત્રાની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી રવાના થશે. જેના માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અંગે ગુજરાત રાજ્ય હજ સમિતિના અધ્યક્ષ ઈકબાલ સૈયદ જણાવ્યું હતું કે અમારી મહેનત અને અથાગ પ્રયત્નોના પરિણામે હજ યાત્રિકો માટે ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ક્વોટામાં પણ વધારો થયો છે. આ સફળતા ગુજરાતના હજ યાત્રિકો માટે એક મોટી રાહત અને ખુશીની બાબત છે. વર્ષ 2023 માં અમદાવાદથી હજ યાત્રાએ જતાં યાત્રિકોનો કુલ ખર્ચ રૂ. 3,72,824 હતો, જ્યારે યાત્રિકોની સંખ્યા 9000 હતી. વર્ષ 2024માં કુલ ખર્ચ ઘટીને રૂ.3,32,700 થયો અને યાત્રિકોની સંખ્યા વધીને 10,000 થઈ. ચાલુ વર્ષે, 2025 માં, કુલ ખર્ચ વધુ ઘટીને રૂ. 3,24,650 થયો છે. અને યાત્રિકોની સંખ્યા વધીને 13,000 થઈ છે.
આ પણ વાંચો: