ETV Bharat / state

ઈડરના નિવૃત્ત શિક્ષક ડેટિંગ એપથી હનીટ્રેપમાં ફસાયા, આરોપીઓએ 15 લાખની કરી માંગણી, જાણો શું છે મામલો ? - HONEYTRAP SCAMS

મુલાકાત દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખાણ આપી યુવતીની ગેંગના એક ઈસમે નિવૃત શિક્ષકને દબોચી લીધો હતો.

ઈડરના નિવૃત્ત શિક્ષક ડેટિંગ એપથી ફસાયા હનીટ્રેપમાં
ઈડરના નિવૃત્ત શિક્ષક ડેટિંગ એપથી ફસાયા હનીટ્રેપમાં (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 31, 2025 at 5:41 PM IST

2 Min Read

સાબરકાંઠા: પોતાની પત્નીનો પ્રેમ છોડી અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધવો ઇડરના નિવૃત્ત શિક્ષકને ભારે પડ્યો છે. ઓનલાઇન ક્વેક ક્વેક ડેટિંગ એપથી ઈડરના રતનપુરના નિવૃત્ત શિક્ષકે યુવતી સાથે સંપર્ક બાંધ્યો હતો. જોકે શિક્ષકે હૈયે હરખ સાથે ચેટિંગ કર્યા બાદ યુવતી સાથે મુલાકાત ગોઠવી હતી. ત્યારે યુવતીએ નિવૃત્ત શિક્ષકને અમદાવાદ ખાતેના ખાનગી રેસિડેન્ટ એરિયામાં બોલાવી શિક્ષક પાસેથી રૂપિયા 15 લાખની માંગણી કરતા સમગ્ર હનીટ્રેપનો પર્દાફાશ થયો છે.

નિવૃત્ત શિક્ષકે પોતાની પત્નીનો પ્રેમ તરછોડી અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ બનાવવાની લાયમાં તેણે પોતાની ઈજ્જત પણ ગુમાવી છે સાથે સાથે 1,15,000 ની રકમ પણ ગઈ. પરિણામે શિક્ષકે હનીટ્રેપ જેવી ગેંગનો શિકાર બનતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઈડરના નિવૃત્ત શિક્ષક ડેટિંગ એપથી ફસાયા હનીટ્રેપમાં (Etv Bharat Gujarat)

મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, ઈડરના મણિયાર ગામની અને હાલ અમદાવાદના નરોડા ખાતે રહેતી માતા-પુત્રીએ ક્વેક ક્વેક ડેટિંગ ઓનલાઇન એપ્લિકેશન થકી નિવૃત્ત શિક્ષક સાથે સંપર્ક કર્યો હતો. નિવૃત્ત શિક્ષક સાથે ઓનલાઈન ચેટિંગમાં પ્રેમ પ્રકરણ કર્યા બાદ તેને મુલાકાત માટે અમદાવાદ બોલાવ્યો હતો. જ્યાં અમદાવાદની ખાનગી રેસીડેન્સી વિસ્તારમાં યુવતીએ નિવૃત શિક્ષકને મળવા માટે બોલાવ્યો હતો, ત્યાં મુલાકાત દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખાણ આપી યુવતીની ગેંગના એક ઈસમે નિવૃત શિક્ષકને દબોચી લીધો હતો.

આ ગેંગે શિક્ષક પાસેથી રૂપિયા 15,00,000 ની માંગણી કરી હતી, જોકે શિક્ષકે 15 લાખની બદલે (1,15,000) એક લાખ પંદર હજાર રૂપિયા યુવતીને આપી અમદાવાદમાંથી નીકળવામાં સફળ રહ્યો હતો. સામાન્ય રીતે આજના આધુનિક યુગમાં ઓનલાઇન એપ્લિકેશન સહિત ખોટા પ્રેમની વાતોમાં લોકોને ફસાવતા હોય છે. જોકે નિવૃત્ત શિક્ષકને ફસાવનાર હનીટ્રેપ ગેંગના સાત પૈકી છ લોકોને પોલીસે જેલમાં સળિયા પાછળ ધકેલ્યા છે.

સામાન્ય રીતે આધુનિક ટેકનોલોજી સહિત ડિજિટલ યુગમાં હનીટ્રેપ જેવી ઘટના બનવી સામાન્ય બાબત જેવી લાગતી હોય છે. જોકે ઈડર તાલુકાના રતનપુરના નિવૃત્ત શિક્ષકને શિક્ષણ સહિત જીવનનું જ્ઞાન હોવા છતાં પણ હનીટ્રેપ જેવી ઘટનામાં ફસાતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનો દોર શરૂ થયો છે. જોકે ફરિયાદી શિક્ષકે સતર્કતા દાખવી સ્થાનિક પોલીસની મદદ લઈ અમદાવાદ ખાતે નક્કી થયેલી રકમ સ્વીકારવા માટે આવેલી હનીટ્રેપ ગેંગને જેલના સળિયા પાછળ ધકેલવામાં મદદરૂપ બન્યા છે.

તમને જણાવી દઈએ કે, ભૂતકાળમાં પાટણ, જસદણ, સુરત, પ્રાંતિજ, નરોડા, સહિતના પોલીસ મથકે હનીટ્રેપ, લૂંટ, અપહરણ, જેવા ગુના પણ નોંધાઈ ચુક્યા છે. હાલ ઈડર પોલીસે આરોપીઓને દબોચી લઈ ન્યાયિક પ્રક્રિયા સહિત તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

હાલના સમયે પત્ની સામે અને સામાજિક ક્ષેત્રે પોતાની ઈજ્જત ગુમાવનાર નિવૃત્ત શિક્ષકે હનીટ્રેપ ગેંગના સાત સભ્યો સામે ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ નિવૃત્ત શિક્ષકે હિંમત દાખવી હનીટ્રેપ જેવી ગેંગ સામે કડક કાર્યવાહીની રજૂઆત સામે અવાજ બુલંદ કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે આવનાર સમયમાં હનીટ્રેપ ગેંગના સાત ઈસમો સામે તપાસ દરમિયાન કેવા અને કયા પ્રકારના ખુલાસા થાય છે.

હનીટ્રેપના આરોપીઓ સામે નોંધાવી પોલીસ ફરિયાદ જેઓ હાલ પોલીસની કસ્ટડીમાં છે:

  1. અવની ભુપેન્દ્રભાઈ દવે, રહે. સ્વામિનારાયણ પાર્ક, નરોડા, અમદાવાદ
  2. વર્ષા પંકજભાઈ પટેલ, રહે. શંખેશ્વર સોસાયટી, મુઠીયા, અમદાવાદ
  3. કિસ્મત કાળુભાઈ ધાંધળ (રબારી), રહે. આરાધના ડુપ્લેક્સ, જશોદા, અમદાવાદ
  4. સંજય કમાભાઈ ધાંધળ (રબારી), રહે. આરાધના ડુપ્લેક્સ, જશોદા અમદાવાદ
  5. સુનિલ બ્રહ્મદએવ શર્મા, રહે. તાજપુર કુઈ પ્રાંતિજ, સાબરકાંઠા
  6. નિર્મલ દેવશીભાઈ હુડીયા, રહે. નિકોલ અમદાવાદ

વોન્ટેડ આરોપી:

  1. મોનિકા ઉર્ફે મનીષા પંકજ પટેલ, રહે. સ્વામિનારાયણ પાર્ક, નરોડા, અમદાવાદ

આ પણ વાંચો:

  1. પાલનપુરમાં 3 કરોડથી વધુના ઈ-મેમો ફાટ્યા, પોલીસ વિભાગે ત્રીજી આંખ "નેત્રમ"થી બોલાવ્યો સપાટો
  2. અમરેલીમાં બે પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ: 14 વર્ષની સગીરાને પીંખી, 30 વર્ષની યુવતીની લાજ લૂંટી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.