અમદાવાદ: અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એક પછી એક મોટા નેતાઓ ઘટના સ્થળ અને સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી રહ્યા છે. તો આજે દુર્ઘટનામાં ઘાયલોના ખબર અંતર પૂછવા માટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીના આવ્યા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
बड़े दुख के साथ कहना चाहता हूं कि अहमदाबाद में बहुत बड़ा हादसा हुआ है, जो कि कभी भुलाया नहीं जा सकेगा। इस हादसे में बहुत से लोगों ने जान गंवाई है, उन सभी को मैं श्रद्धांजलि अर्पित करता हूं।
— Congress (@INCIndia) June 14, 2025
इसके अलावा, मेडिकल कॉलेज के जिन छात्रों ने अपनी जान गंवाई है, उन्हें भी श्रद्धांजलि… pic.twitter.com/d1soIlpmix
દરમિયાન પ્રેસ કોન્ફરન્સ કરીને મલ્લિકાર્જુન ખડગે જણાવ્યું હતું કે, આ ઘટના પછી જે બ્લેક બોક્સ મળ્યું છે તેમાંથી હકીકત બહાર આવશે. અત્યારે કોઈના પર આરોપ મૂકવું યોગ્ય નથી. ટેકનીકલ બાબત છે. જે સામે આવ્યા બાદ ટિપ્પણી કરીશું. આ ઘટનામાં વળતર તો મળવું જ જોઈએ. સાથે જવાબદારી પણ ફિક્સ કરવામાં આવે એવી અમારી માંગ છે. કોઈ વાતને હલકામાં ના લેવા જોઈએ. અમારા કોંગ્રેસના નેતાઓ જ્યારથી ઘટના બની ત્યારથી અહીં મદદ કરવા માટે ઊભા છે. અને હેલ્પલાઇન તરીકે કામ કરી રહ્યા છે.
आज अहमदाबाद स्थित सिविल अस्पताल में एयर इंडिया प्लेन क्रैश त्रासदी में घायल हुए मेडिकल छात्रों से हम मिले और उनकी शीघ्र स्वास्थ्य लाभ की कामना की।
— Mallikarjun Kharge (@kharge) June 14, 2025
मुश्किल के इस दौर में पूरा देश आपके साथ खड़ा है। pic.twitter.com/r6gCe0XBKC
તેમણે જણાવ્યું હતું કે, આવા દુઃખના સમયમાં કોઈએ ક્રેડિટ લેવાનો પ્રયાસ ના કરવો જોઈએ. જે લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે અમે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. બ્લેક બોક્સમાં શું નીકળશે એના આધાર પછી અમે ઇન્કવાયરી માટે માંગ કરીશું. એનાથી પહેલા કોઈને દોષ આપવો એ સારું નથી.
આ પણ વાંચો: