અમદાવાદ: ઉત્તર ગુજરાતમાં નોકરીની તક શોધી રહેલા યુવાઓ માટે સારા સમાચાર આવ્યા છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)માં ભરતી બહાર પાડવામાં આવી છે. એપ્રેન્ટિસની ખાલી પડેલી 56 જગ્યાઓ ભરવા માટેના આ ભરતીના નોટિફિકેશનમાં અરજી કરવાની છેલ્લી તારીખ, પગાર ધોરણ તથા ઉમેદવારની યોગ્યતા સંબંધિત તમામ માહિતી આપવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે https://www.ugvcl.com/ વેબસાઈટ પર જવાનું રહેશે.
કેટલી પોસ્ટ પર ભરતી થશે?
UGVCL દ્વારા કુલ 56 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. જેમાં SC માટે 3, ST માટે 8, SEBC માટે 15, EWS કેટેગરી માટે 5 તથા UR માટે 25 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આમ કુલ 56 જગ્યાઓ ભરવામાં આવશે.
UGVCLમાં એપ્રેન્ટિસની ભરતી માટેનું નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો
શું હશે પગાર ધોરણ અને યોગ્યતા
ઉત્તર ગુજરાત વીજ કંપનીની એપ્રેન્ટિસની ભરતી માટે પગાર ધોરણ 9000 રૂપિયા પ્રતિ માસ રહેશે. આ માટે ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.E/B.Tech કરેલું હોવું જોઈએ અને તેની ઉંમર વધુમાં વધુ 28 વર્ષ સુધી હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને કેટેગરી મુજબ વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. એપ્રેન્ટિસની આ નોકરી 1 વર્ષના કોન્ટ્રાક્ટની રહેશે.
ક્યાંથી કરશો અરજી અને અરજી કરવાની છેલ્લી તારીખ
UGVCLમાં એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજી કરવા ઉમેદવારે https://www.ugvcl.com/ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી 12 માર્ચથી શરૂ થઈ ગઈ છે જ્યારે અરજીની છેલ્લી તારીખ 1 એપ્રિલ 2025 રાત્રે 11.59 વાગ્યા સુધીની છે.
આ પણ વાંચો:
કચ્છ જિલ્લામાં 4000થી વધુ પ્રાથમિક શિક્ષકોની ભરતી થશે, પણ સરકારે મૂકી એક ખાસ શરત