ETV Bharat / state

રાજકોટના વેપારી સાથે 97 લાખના સાયબર ફ્રોડ કેસમાં અમદાવાદથી એક શખ્સની ધરપકડ - RAJKOT TRADER CYBER FRAUD

નવાગામ ખાતે ઓટો પાર્ટ્સનું વેરહાઉસ ધરાવતા વેપારી સાથે શેર બજારમાં ટીપ્સ આપવાના બહાને રૂપિયા 97 લાખની છેતરપિંડી આચરાઈ હતી.

સાયબર ફ્રોડ કેસમાં અમદાવાદથી આરોપી ઝડપાયો
સાયબર ફ્રોડ કેસમાં અમદાવાદથી આરોપી ઝડપાયો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 5, 2025 at 9:45 PM IST

2 Min Read

રાજકોટ: રાજકોટના એરપોર્ટ રોડ ઉપર રહેતા અને નવાગામ ખાતે ઓટો પાર્ટ્સનું વેરહાઉસ ધરાવતા વેપારી સાથે શેર બજારમાં ટીપ્સ આપવાના બહાને રૂપિયા 97 લાખની છેતરપિંડી આચરવા અંગે સાયબર ક્રાઈમ પોલીસમાં ત્રણ ખાતાધારકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગુનામાં સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ખાતા નંબર આધારે તપાસ હાથ ધરી આ ગુનામાં મોહમ્મદ હનિફ ઈસ્માઇલ મિયાની અમદાવાદથી ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.

3 ટકા કમિશન મળતું હતું, તેમાંથી એકાઉન્ટ ધારકોને પણ રૂપિયા આપતો
રાજકોટ સાયબર ક્રાઇમ પીઆઇ જે.એમ.કૈલા અને ટીમ દ્વારા ટેક્નિકલ સોર્સના આધારે 97 લાખના ફ્રોડ કેસમાં અમદાવાદના વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જેની પોલીસે શખ્સની વધુ પુછપરછ હાથ ધરી છે. જેમાં મોહમ્મદ હનિફ ઇસ્માઇલ મિયા સૌરાષ્ટ્રભરમાંથી બેંક એકાઉન્ટ એકઠાં કરી મુખ્ય સૂત્રધારને મોકલતો હતો. જે માટે તેને 3 ટકા કમિશન મળતું અને તેમાંથી એકાઉન્ટ ધારોકોને પણ રૂપિયા આપતો હોવાની કબુલાત આપતા પોલીસે મુખ્ય સુત્રધારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

સાયબર ફ્રોડ કેસમાં અમદાવાદથી આરોપી ઝડપાયો (ETV Bharat Gujarat)

ઇન્વેસ્ટમેન્ટ કંપનીની જાહેરાત જોઈ હતી
ફરિયાદી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું રાજકોટ નવાગામ ખાતે "અતુલ એન્ટરપ્રાઇઝ" મારૂતિ કપંનીના ઓટો પાર્ટસની વેરહાઉસ ચલાવું છું. ગઇ તા.27 નવેમ્બરના રોજ ઇન્સ્ટાગ્રામમાં શેર માર્કેટમા ઇન્વેસ્ટમેન્ટ બાબતેની રીલ્સ જોતો હતો. દરમિયાન તેમાં મે XTB Global Ltd નામની ઇન્વેસ્ટમેન્ટ કંપનીની જાહેરાત જોઈ. તેમા આપેલી લિંક પર ક્લિક કરતા તેઓની વેબસાઇટ ખુલી હતી. આ પછી મને એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવેલો અને તેને મને વેબસાઇટમા રજીસ્ટ્રેશન કરવા જણાવ્યું હતું.

વેબસાઇટ પર આધાર કાર્ડ, પાન કાર્ડ, ઈ-મેઇલ વગેરેની માહિતી અપલોડ કરી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ મને આ વેબસાઈડ પર ઇન્વેસ્ટમેન્ટ કરવા જણાવ્યું હતું. જેથી મે રૂપિયા 1.20 લાખથી શરૂઆત કરી હતી. બાદ આ વેબસાઈટ પર વન ટાઇમ સીનની એક દરરોજ નોટિફિકેશન આપવામાં આવતી. જેમાં ઇન્ટ્રાડે ટ્રેડીંગની ટીપ્સ આપવામા આવતી. આ ટીપ્સ આધારે ટ્રેડીંગ કરવાથી સારો પ્રોફીટ થતો. તેમની વેબસાઇટમાં બતાવતા અને મેં વધારે ઈન્વેસ્ટ કરવા માટે વેબસાઇટના સર્વિસ ઓપ્શનમાં ક્લિક કરતા એક વોટસએપ લિંક ખુલી. જેમાં રૂપિયા ડિપોઝિટ કરવા માટેના વોટ્સએપ મેસેજથી બેંક એકાઉન્ટની માહિતી આપવામાં આવતી હતી. જે બેંક એકાઉન્ટમાં હું રૂપિયા ઓનલાઈન આર.ટી.જી.એસના માધ્યમથી જમા કરતો હતો.

1930 પર કોલ કરી માહિતી આપતા અરજી રજીસ્ટર થઇ હતી
થોડા સમય ટ્રેડીંગ કરી મને મારા આ વેબસાઈટ પરના એકાઉન્ટમાં સારો પ્રોફીટ થતા રૂ.3000 વિડ્રો કરેતા તે નાણા મારા બેંક એકાઉન્ટમાં જમાં થઇ ગયેલા. પરંતુ મોટી અમાઉન્ટ વિડ્રો કરતા મને જણાવેલ કે આર.બી.આઈ. ના રૂલ્સ મુજબ તમારે પેલા તે અમાઉન્ટનો ટેક્ષ ભરવો પડશે તેમ જણાવેલું. જેથી મેં ટેક્ષના રૂપિયા ટ્રાન્સફર કર્યા. બાદમાં આ બીજા અન્ય અલગ અલગ ચાર્જ મારા આ રૂપિયા વિડ્રો કરવા ભરવા પડશે તેમ જણાવ્યું હતું. આજ દિન સુધીમાં મારા ICICI બેન્ક એકાઉન્ટમાંથી સામેવાળાની અલગ અલગ બેંક એકાઉન્ટમા કુલ રૂ.96.96 લાખ આપી દીધેલા હતા. આમ વિવિધ બહાના બનાવી રૂપિયા આજદીન સુધી પરત આપેલા નથી. તેમજ હાલ પણ વધુ નાણાની માંગણી કરતા મને શંકા ગઈ અને મેં તરત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરી મારી વિગત આપતા મારી અરજી રજીસ્ટર થયેલ હતી. જેમાં આ શખ્સની પોલીસ ધરપકડ કરેલી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.