રાજકોટ: ધોરાજીના ફોરેસ્ટ ઓફિસર દ્વારા ફોરેસ્ટ વિભાગની કામગીરી અંતર્ગત ધોરાજી તાલુકાના ફરેણી ગામ વિસ્તારમાં તપાસ અર્થે નીકળ્યા હતા. ત્યારે ફોરેસ્ટ અધિકારી તેમજ તેમની ટીમને બે વ્યક્તિઓ પર શંકા જતા તપાસ કરી હતી. જેમાં આ બે વ્યક્તિઓ પાસેથી ત્રણ તેતર નામના પક્ષીઓ ઝડપી પાડ્યા હતા. જેમાં આ વ્યક્તિઓ તેતરના શિકાર સાથે સંકળાયેલા હોવાનું અને તેમનો શિકાર કરતા હોવાનું માલુમ પડતા અધિકારી દ્વારા તેમને હસ્તગત લઈ તેમની સામે કાર્યવાહી કરી શિકારીઓને ₹40,000 નો દંડ ફટકાર્યો છે.
આ અંગની માહિતીઓ આપતા ધોરાજી રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યાએ જણાવ્યું છે કે, ફોરેસ્ટ વિભાગ અંતર્ગતની કામગીરીમાં હતા ત્યારે બે શંકાસ્પદ વ્યક્તિઓ જોયેલા. જે બાદ તેમનો પીછો કર્યો અને તેમની તપાસ કરતા તેમની વિસ્તૃત તપાસ હાથ ધરી હતી. જેમાં તેમની પાસેથી એક પાંજરું મળેલું અને શંકાસ્પદ કામગીરી કરતા શંકા જતા તપાસ હાથ ધરી હતી. જેમાં તેમની પાસેથી શિકાર કરવાની સાધન સામગ્રીઓ મળી આવેલી. જેમાં આ વ્યક્તિઓ પાસેથી મળી આવેલા પાંજરાની અંદર બે તેતર પક્ષી તેમજ એક તેતર પક્ષીનું બચ્ચું એમ ત્રણ તેતર પક્ષીઓ મળી આવેલા હતા. ત્યારે આ મામલે તેમની પૂછપરછ અને તપાસ કરતા તેઓ તેમનો શિકાર કરતા હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદ તેમની અટકાયત કરી મુદ્દામાલ કબજે કરવામાં આવી અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બાદમાં તેમને રૂપિયા 40,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.

ફોરેસ્ટ વિભાગે કરેલી તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા વ્યક્તિઓ આ તેતર પક્ષીનો શિકાર કરી રહ્યા હતા અને આ શિકારની કામગીરી ફક્ત ખોરાક માટે કરી રહ્યા છે કે અન્ય કોઈ કારણ છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે ઝડપાયેલા પ્રવીણ ચંદુભાઈ વાઘેલા અને મનસુખ બાબુભાઈ રાઠોડ નામના બંને વ્યક્તિઓ ઉપર ફોરેસ્ટ વિભાગની કલમ 1972 અંતર્ગત કલમ લગાડી શિકાર બાબતે ગુનો દાખલ કરી તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને રૂપિયા 40 હજારનો દંડ પણ ફટકારવામાં આવેલ છે. હાલ આ બન્ને વ્યક્તિઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: