જૂનાગઢ: આગામી 26 તારીખ સુધીમાં અરબી સમુદ્રમાં ચક્રવાત આકાર લઈ રહ્યું છે જે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે જેની અસરને કારણે આજે બપોર બાદ જૂનાગઢ, અમરેલી અને સોમનાથમાં વરસાદનું આગમન થયું હતું. અમરેલીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા વરસાદના પાણી જોવા મળ્યા હતા. તો બીજી તરફ અમરેલી-કુંકાવાવ માર્ગ પર કેટલાક વૃક્ષો પણ પવનને કારણે ધરાસાઈ થયા હતા. જેને કારણે માર્ગ વાહન વ્યવહાર ખોરવાયો હતો. પરંતુ થોડા જ કલાકોમાં તેને પૂર્વવત કરી દેવામાં આવ્યો છે.
અમરેલી, જૂનાગઢ, સોમનાથમાં વરસાદ
અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે અને તે ધીરે ધીરે ચક્રવતના રૂપમાં આગળ વધી રહ્યું છે. તેની પૂર્વ અસરોને કારણે આજે ફરી એક વખત જૂનાગઢ, અમરેલી અને સોમનાથમાં બપોર બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જૂનાગઢના મેંદરડા, માળીયા, સાસણ અને જૂનાગઢ શહેરની સાથે વિસાવદર તો બીજી તરફ અમરેલીના અમરેલી, કુકાવાવ, લાઠી વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. તો વેરાવળ શહેરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા શહેરમાં પાણી પાણી થઈ ગયુ હતું.

અમરેલી-કુકાવાવ માર્ગ પર વૃક્ષો ધરાશાઈ
આજે પડેલા પવન સાથેના વરસાદને કારણે અમરેલી કુકાવાવ ધોરી માર્ગ પર વૃક્ષો ધરાશાયી થયા હતા. જેને કારણે બે-ચાર કલાક સુધી વાહન વ્યવહાર અટવાયેલો જોવા મળતો હતો. પરંતુ વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોની મદદથી ધરાશાયી થયેલા વૃક્ષોને માર્ગ પરથી હટાવવામાં આવતા માર્ગ વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. આજે પડેલા વરસાદને કારણે ઉનાળુ પાકો કે જેમાં કઠોળ વર્ગનો સૌથી મોટા પ્રમાણમાં સમાવેશ થાય છે સાથે સાથે ગીર પંથક અને અમરેલી વિસ્તારમાં પણ જે આંબાવાડીમાં કેરીનો પાક હજુ ખેતરમાં જોવા મળે છે. આવા તમામ પાકોને થોડા ઘણા પ્રમાણમાં ચોક્કસ પણે નકારાત્મક અસરો પણ થઈ રહી છે.
આ પણ વાંચો: