અમદાવાદ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતી મુલાકાતે આવ્યા હતા. આજે બપોરે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ રાહુલ ગાંધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. AICC પ્રદેશ કોંગ્રેસ સાથે બેઠક કરીને સંગઠનનું નવસર્જન કરવા પર રાહુલ ગાંધીએ ચર્ચા વિચારણ કરી હતી.
આ મુદ્દે કોંગ્રેસ લીડર જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતી મુલાકાતે આવ્યા છે. 6 દિવસમાં રાહુલ ગાંધી આ બીજી વાર ગુજરાતની મુલાકાત આવ્યા છે. આજે જિલ્લા અને મહાનગરના 41 પ્રમુખો નક્કી કરવા નિરક્ષકો સાથે બેઠક કરી અને આવતીકાલે રાહુલ ગાંધી મોડાસામાં હાજરી આપશે.
તેમણે જણાવ્યું હતું કે, જિલ્લાના પ્રમુખની પસંદગી માટે કેન્દ્રના એક અને ગુજરાતના ચાર એમ કુલ પાંચ નિરીક્ષકોની ટીમ 23 એપ્રિલ થી 8 મે સુધી જિલ્લાઓનો પ્રવાસ કરશે. બ્લોક લેવલ સુધી કાર્યકરોને મળવા જશે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જે બનાવવાના છે તે કોઈ વ્યક્તિ નહીં, કોઈ જૂથનો નહીં. સામાજિક સમીકરણ શું છે? ભૌગોલિક પરિસ્થિતિ શું છે? બધું નક્કી કરીને ચાર-પાંચ નામ એઆઈસીસીને મોકલવાની જે પ્રક્રિયા થઈ છે એ માટે માર્ગદર્શન આપ્યું છે.
કોંગ્રેસ નેતા ઇમરાન મસૂદ જણાવ્યું હતું કે, કોંગ્રેસને મજબૂત કરવા માટે તમામ પ્રકારની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. આજની મીટીંગમાં જીલ્લા સ્તર પર AICCના એક સિનિયર ઓબ્ઝર્વ રહેશે અને ગુજરાતના તરફથી ચાર ઓબ્ઝર્વર રહેશે. આવતીકાલે સાંજ સુધી તમામ ઓબ્ઝર્વેરની જવાબદારીઓ નક્કી કરવામાં આવશે. અને બધા ઓબ્ઝર્વર દરેક ડિસ્ટ્રિક્ટમાં ત્રણ થી ચાર દિવસ પ્રવાસ કરશે. અને જિલ્લા પ્રમુખ માટે નામ આપશે એના ઉપર નિર્ણય લેવામાં આવશે. અમદાવાદમાં બેસીને ગુજરાત નહીં ચાલે. દરેક જિલ્લામાં કોંગ્રેસ ચલાવવા માટેના કોણ છે? તેનું સિલેક્શન કરવા માટે એક્સરસાઇઝ શરૂ કરવામાં આવી છે. જેના માટે અમને માર્ગદર્શન રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો:
મહેશ વસાવાનું ભાજપમાંથી રાજીનામું અને તેની પાછળનો મુદ્દો જાણો: હવે ભાજપ અને મહેશ વસાવા આમને સામને