પોરબંદર : ગઈકાલે પોરબંદરની વી. આર. ગોઢાણીયા B.ed કોલેજ ખાતે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓના જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર અને દ્વારકા જિલ્લાના રોજગાર વાંચ્છુકોને ખાસ જોબફેર માટે બોલાવવામાં આવ્યા હતા. હજાર જેટલા ઉમેદવારોને કોલલેટર મારફતે પસંદગી સમિતિના સ્થળે બોલાવાયા, જેમાં 113 જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદરમાં રોજગાર મેળાનું આયોજન : પોરબંદર જિલ્લા રોજગાર કચેરી અને ખાનગી શૈક્ષણિક સંસ્થા દ્વારા પોરબંદરની બી. આર. ગોઢાણીયા B.ed કોલેજ ખાતે ખાસ શૈક્ષણિક જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા રોજગાર કચેરી દ્વારા એક હજાર કરતાં વધારે શૈક્ષણિક કારકિર્દી ધરાવતા ઉમેદવારોને પોસ્ટ મારફતે જોબ ફેરમાં ઉપસ્થિત રહેવા માટે ઇન્ટરવ્યુ કોલ લેટર મોકલવામાં આવ્યા હતા.
પોરબંદરમાં રોજગાર મેળાનું આયોજન : આ રોજગાર મેળામાં પોરબંદર અને દ્વારકા જિલ્લાના રોજગાર વાંચ્છુક ઉપસ્થિત રહ્યા હતા. ગામમાંથી આવતા ઉમેદવારોને પોરબંદર જોબ ફેરના સ્થળ સુધી આવવા માટે સરકારી બસની મુસાફરી ટિકિટ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. બીજા તબક્કામાં પસંદ થયેલા તમામ ઉમેદવારો અંતિમ પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારબાદ સંભવત ખુલતા વેકેશનમાં તમામ લોકોને ખાનગી શૈક્ષણિક સંસ્થામાં નોકરી માટે ઓર્ડર આપવામાં આવશે.
ખાનગી સંસ્થા સાથે સીધી મુલાકાત : પોરબંદરના 800 અને દ્વારકાના 200 કરતાં વધારે મળીને કુલ 1000 કરતાં વધારે ઉમેદવારોને જોબ ફેરમાં ઉપસ્થિત રહેવા કોલ લેટર મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 113 જેટલા ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારો સાથે ખાનગી શૈક્ષણિક સંસ્થામાંથી આવેલા પ્રતિનિધિઓ દ્વારા રૂબરૂ મુલાકાત ગોઠવવામાં આવી હતી. જેમાંથી 98 જેટલા ઉમેદવારોને ખાનગી સંસ્થાઓ દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા.

ઉમેદવારોને આવવા-જવા માટે સુવિધા : પોરબંદર જિલ્લા રોજગાર અધિકારી ડી. એ. પરમારે જણાવ્યું કે, ગામડામાંથી આવતા તમામ ઉમેદવારોને સરકાર દ્વારા વિનામૂલ્યે સરકારી બસમાં જોબ ફેરના સ્થળે આવવા અને ત્યાંથી પરત તેમના ઘરે જવા સુધીની ટિકિટ પૂરી પાડવામાં આવી હતી. આ જોબફેરનું આયોજન કરવા પાછળનું એકમાત્ર કારણ ખુલતા વેકેશનમાં શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ સાથે જોડાયેલા કર્મચારીઓની ઘટ પૂરી શકાય અને લોકોને શૈક્ષણિક સંસ્થામાં નોકરી મળે તે હતું.
ઉમેદવારનો સંતોષકારક પ્રતિભાવ...
બીજી તરફ કુતિયાણાના શબનમબેને તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આ જોબ મળવાથી તેમને આગામી દિવસોમાં ઘણો ફાયદો થશે. રોજગાર કચેરી દ્વારા તેમને કોલ લેટર મળ્યો હતો. અહીં આવ્યા બાદ ઘણી સારી શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિ ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા. જે ઉમેદવારો માટે ખૂબ સારી બાબત ગણી શકાય.