નર્મદા: જિલ્લામાં ચૂંટણી મુદ્દે રાજકારણ ગરમાયું છે. નર્મદા અને ભરૂચના દબંગ નેતાઓ ફરી આમને સામને આવ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ ભાજપના નેતાઓને લલકાર આપી ખુલ્લી ચેલેન્જ આપી છે. સભ્યને સંબોધતા ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, 'આદિવાસીઓ પર થતા અત્યાચાર હવે સહન કરીશું નહીં.'
ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, હવે અમને સરકારનો વિકાસ નથી જોઈતો, અમને સારા શિક્ષક અને ડૉક્ટર તથા નર્મદાનું પાણી આપો. અમે જાતે વિકાસ કરી લઈશું. તેમણે ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું કે, 'તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ચૂંટણી લડવા તૈયાર થઈ જાઓ.
ચૈતર વસાવાએ કહ્યું કે, "આદિવાસીઓની પ્રભુત્વ વાળી તમામ 44 બેઠકો પર આદિવાસીઓ એક થઈ જાય તો ભાજપના સૂપડાં સાફ થઈ જશે. ક્રાંતિની શરૂઆત ડેડીયાપાડાના લોકોએ કરી છે અને આ ક્રાંતિ હવે તમામ આદિવાસી વિસ્તારમાં પહોંચશે. આમ આદમી પાર્ટીને મત લોકો આપશે કારણ કે ભાજપનું ભ્રષ્ટાચાર લોકોએ જોયું છે. કેટલાક લોકો જિલ્લા પંચાયતનું પદ લઈ અહીં ધારાસભ્યને લલકારી રહ્યા છે અને અમે અમરી મહેનતથી જીત્યા છે તમારા જેવી ચાપલૂસી કરીને નથી આવ્યા. જે દિવસે અમારો અને તમારો સામનો થઈ જશે તે દિવસે તમારી શાન પણ ઠેકાણે પાડી દઈશું જે દિવસો પણ દૂર નથી.."
આદિવાસીઓ વિશે વાત કરતાં ચૈતર વસાવાએ કહ્યું કે, "અમે કોણ છીએ અને અમારા સમાજે દેશને શું યોગદાન આપ્યું છે જેનો જવાબ આપીશું, મારી સામે ચર્ચા કરે.... જો મંત્રી અને સાંસદને રાતે પણ ઉઠીને બે ગ્લાસ પાણી ન પીવું પડે તો આ ચૈતર વસાવા નહિ..."
ચૈતર વસાવન આક્ષેપો અને ચેલેન્જનો જવાબ આપતા ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, 'વિરોધપક્ષમાં રહેલા લોકોની ટીકા ટિપ્પણી કરી ભાજપ સંગઠનને ચૈતર વસાવાએ લલકાર્યું છે એ ખોટું છે. ભાજપ સંગઠનને દુનિયાની કોઈ તાકાત ન લલકારી શકે. અમારા ભાજપના સાશનમાં જે વિકાસ થયો છે તેવો વિકાસ કોઈ પણ પક્ષના સાશનમાં થયો નથી. પરંતુ આજે નર્મદા અને આદિવાસી જિલ્લામાં કોઈ કારણોસર ડોકટરો કે શિક્ષકોની ઘટ છે ત્યાં અમે રજૂઆત મુકીશું.'
ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, 'સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે જે માટે હવે તમામ પક્ષ આક્ષેપ કરી રહી છે જે એમનું કામ છે. પરંતુ ચૈતર વસાવા મર્યાદામાં બોલે તો સારું જે સીએમ અને ભાજપના મંત્રીઓને લલકારે છે એ વધુ પડતું છે. ચાપલુસી કરીને કોણ નેતા બન્યા છે એ આવનારો સમય બતાવશે...આજે આમ આદમી પાર્ટીની દેશમાં શુ સ્થિતિ છે, આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી આખા દેશમાં ઝીરો થઈ જવાની છે.'
આ પણ વાંચો: